“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યાત્રાધામ અંબાજીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજાયા

Share

દેશને આઝાદી મળ્યાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સંસ્થાઓ અને સરકાર દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ-ગાંધીનગર દ્વારા સપ્ટેમ્બરથી ડીસેમ્બર-2021 દરમિયાન રાજ્યના નાના-મોટા 11 યાત્રાધામોમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 11 યાત્રાધામોમાં ગીરનાર, સોમનાથ, અંબાજી, ડાકોર, શામળાજી, બહુચરાજી, પાલીતાણા, પાવાગઢ, દ્વારકા, કચ્છ અને ઉનાઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત “સ્વતંત્રતાને લઇને સ્થાનિક યુવાનો અને નાગરીકો દ્વારા આઝાદી કી બાત કાર્યક્રમ” આયોજીત કરવામાં આવે છે.

[google_ad]

 

આ ઉપરાંત સ્વતંત્રતા, આઝાદી સાથે જોડાયેલ વાતો અને યાત્રાધામને અનુલક્ષીને નાટક તૈયાર કરવામાં આવ્યુ છે. જે શેરી નાટકના સ્વરૂપે નિયત કરેલ યાત્રાધામોમાં ભજવવામાં આવી રહ્યું છે. ઉપરાંત યાત્રાધામોમાં મહાઆરતી સહીત વંદે માતરમ્‌ અને રાષ્ટ્રગાન પઠન કરવામાં આવે છે.

[google_ad]

 

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ભારતને વિશ્વ ગુરૂ બનાવવા 100 ટકા વેક્સીનેશન કરવા, સ્વચ્છતા જાળવવા, એક ભારત-શ્રેષ્ઠ ભારત અને રાષ્ટ્ર ભક્તિના ભાવને દ્રઢ કરવાના પાંચ સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં જણાવ્યું છે.

 

From – Banaskantha Update


Share