અફઘાનિસ્તાનના કુંદૂઝમાં જુમ્માની નમાઝ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં અલજજીરાની રીપોર્ટ અનુસાર 100 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ હઝારા શિયા મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
[google_ad]
કુંદૂઝ સેન્ટ્રલ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે અત્યાર સુધીમાં અમને હોસ્પિટલમાં 35 મૃતદેહ મળ્યા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સ (MSF) દ્વારા ચલાવવામાં આવતી એક અન્ય હોસ્પિટલમાં ઓછામાં ઓછા 15 લોકોના મૃતદેહ મળ્યા છે.
[google_ad]
અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ દેશમાં આ પહેલો મોટો હુમલો છે. કુંદૂઝમાં સંસ્કૃતિ અને સુચનાના નિર્દેશક મતિઉલ્લાહ રોહાનીએ જણાવ્યું કે આ આત્મઘાતી હુમલો હતો, તો તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે થોડાં સમય પહેલાં કહ્યું હતું કે કુંદૂઝમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટ થવાથી અનેક લોકો માર્યા ગયા છે. જો કે મૃત્યુઆંક કેટલો થયો તેની કોઈ પુષ્ટિ થઈ નથી. અફઘાનિસ્તાનની મુખ્ય મીડિયા ટોલો ન્યૂઝે મૃત્યુઆંક 43 અને અલજજીરાએ 100 જણાવ્યો છે.
[google_ad]
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે હુમલા સમયે મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. આ લોકો જુમ્માની નમાઝમાં સામેલ થવા આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નમાઝ અદા કરતા હતા તે સમયે તેઓને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. ઘટનાસ્થળે ચીસો અને બુમબરાડા સંભળાઈ રહ્યાં હતા અને લોકો આમતેમ ભાગતા હતા.
[google_ad]
આ હુમલાની જવાબદારી હજુ સુધી તો કોઈ સંગઠને લીધી નથી. જોકે, તાલિબાનના પ્રતિદ્વંદ્વી જૂથ દ્વારા હાલમાં આવા હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. માનવામાં આવે છે કે આ વિસ્ફોટની પાછળ અફઘાનિસ્તાનમાં સક્રિય ISIS-ખુરાસન જૂથનો હાથ હોય શકે છે. ISIS શિયા મુસ્લિમોનો વિરોધ કરે છે. સાથે જ તેઓ હઝારા અને બીજા અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાયના પણ વિરોધી રહ્યાં છે.
[google_ad]
અફઘાનિસ્તાનના કુંદુઝ શહેરમાં શુક્રવારે શિયા મસ્જિદમાં નમાઝ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો, જેમાં 100 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 ઘાયલ થયા છે. રિપોર્ટ મુજબ મસ્જિદમાં લગભગ 300 લોકો હાજર હતા. કુંદુઝના નાયબ પોલીસ પ્રમુખ મોહમ્મદ ઓબૈદાએ જણાવ્યું હતું કે મસ્જિદમાં હાજર રહેલા મોટા ભાગના લોકો માર્યા ગયા છે.
[google_ad]
સૂચના અને સંસ્કૃતિના ડેપ્યુટી મંત્રી જબીઉલ્લા મુઝાહિદે વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે આજે બપોરે કુંદુઝના ખાનબાદ બંદાર વિસ્તારમાં શિયા મસ્જિદને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો થયો, જેમાં દેશના ઘણા લોકો શહીદ થયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી.
From – Banaskantha Update