પાટણમાં કાલિકા માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ગઢકાલિકા છું મને ગઢ જોઈએ’, અને સિદ્ધરાજ જયસિંહે બે ગઢ બંધાવ્યા

Share

વિક્રમ સંવત 802થી 1470 સુધી એટલે કે પૂરાં 668 વર્ષ સુધી ગુજરાતની અસલ રાજધાની તરીકે પદ, પ્રતિષ્ઠ, પ્રસિદ્ધિ અને ઉજ્જવળ કારકિર્દી ભોગવનાર અણહિલપુર પાટણ વિશે આજ સુધી જેટલું લખાયું છે તેટલું ભાગ્યે જ વિશ્વના કોઈપણ શહેર કે સ્થળ વિશે લખાયું હશે. અત્યારે પણ પાટણને ઉત્તર ગુજરાતનું મુળ માનવામાં આવે છે.

[google_ad]

 

પાટણમાં નવરાત્રીનું આયોજન મોટાભાગે પ્રાચીન સંસ્કૃતિથી થાય છે. ગુર્જર નરેશ સિદ્ધરાજે કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું, ‘હું ગઢકાલિકા છું મને ગઢ જોઈએ.’ સિદ્ધરાજે અહીં બે ગઢ બંધાવ્યા અને એ ગઢમાંથી માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્યારે પાટણનાં નગરદેવી કાલિકા માતાજી પોતાના ખુલ્લા મુખમાં 34 પ્રકારના મરી-મસાલા ઘરાવતું પાન 24 કલાક રાખે છે, તે પાન પ્રસાદ રૂપે ભક્તોને મળે છે.

 

[google_ad]

 

 

સોલંકી વંશના મહાપ્રતાપી, પરદુખભંજન દુર્દાન્ત યુદ્ધવીર અને દેવાંશી ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન 18 માઈલનો ઘેરાવો ધરાવતું પાટણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી છલોછલ હતું. વિખ્યાત જૈન મુનિ અને તે સમયના સિદ્ધરાજના સલાહકાર હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથ ‘દયાશ્રય’ના જેસર્ગમાં સિદ્ધરાજના માલવ વિજયનું નિરૂપણ કર્યું છે,

[google_ad]

 

તે મુજબ સિદ્ધરાજને ઉજ્જૈનમાં બિરાજતાં પોતાનાં ઈષ્ટદેવી કાલિકા માતાજીના પૂજન-અર્ચન માટે ઉજ્જૈન જવું હતું, પરંતુ ઉજ્જૈન માલવપતિના તાલે હતું તેથી સિદ્ધરાજે માળવા તરફ લશ્કરી કૂચ કરી અને ધારાનગરીનો દુર્ગ જીતી માળવાના રાજા યશોવર્માને કેદ કર્યો.

[google_ad]

કાલિકા માતાજીનાં પૂજન-અર્ચન કર્યા પછી તેણે ઉગ્ર આરાધના કરી ખૂબ કાકલૂદી કરી અને માતાજીને પાટણ આવવા માટે હઠ પકડી. માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું, ‘હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ.’ સિદ્ધરાજે પાટણમાં બે ગઢ બંધાવ્યા અને માતા કિલ્લામાંથી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયા., જે હાલ અહીં બિરાજમાન છે.

[google_ad]

advt

 

 

સંપૂર્ણ મુખારવિંદ શબ્દપ્રયોગ એટલા માટે કર્યો કે પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજી નેત્રો (આંખ) સુધીનાં, કોલકાતાના કાલીઘાટમાં નાસિકા(નાક) સુધીનાં અને ઉજજૈનમાં બિરાજતાં ગઢકાલિકાનાં અપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે.

[google_ad]

 

 

 

સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ કાલિકા માતાજીનાં સંપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે. સિદ્ધરાજ જયસિંહ સંસ્થાપિત આ અતિ પ્રાચીન મંદિરને આજે 896 વર્ષ થયાં છે. પાટણનાં નગરદેવી તરીકે પૂજાતી માતાજીની સેવા-પૂજામાં સેવારત અત્યારે આઠમી પેઢી છે.

[google_ad]

 

 

અહીં ચૈત્રી તથા આસો નવરાત્રિ તથા દિવાળીના તમામ તહેવારો ધામધૂમથી ઊજવાય છે. લોકમેળા ભરાય છે અને વર્ષ દરમિયાન પાટણની તમામ જ્ઞાતિ તરફથી અલગ અલગ નક્કી કરેલી તિથિ પ્રમાણે હોમ- હવન અને ઉજવણી થાય છે. આસો માસની દુર્ગાષ્ટમીના રોજ સંધિપૂજા તથા કાળીચૌદશના રોજ કાલીપૂજાનું અહીં વિશેષ મહત્ત્વ છે.

[google_ad]

 

 

 

આ મંદિરની બીજી વિશેષતા એ છે કે, અહીં કાલિકા માતાજીના સામીપ્યમાં અષ્ટાદશભૂજ 18 હાથ વાળાં ભદ્રકાળી માતાજી પણ બિરાજમાન છે. ચંડીપાઠના વૈકૃતિક રહસ્યના શ્લોક નં. 10,11 તથા 12માં આ માતાજીની મૂર્તિનાં નખશિખ વર્ણન પ્રમાણે આ મહાલક્ષ્મી માતાજી છે. જેમનું પારલૌકિક સ્મિત ધરાવતું મુખારવિંદ ખૂબ જ દેદીપ્યમાન લાગે છે.

[google_ad]

 

 

એમની બાજુમાં સન.1433માં પ્રગટ થયેલાં ક્ષેમંકરી માતાજી પણ અહીં બિરાજમાન છે. જે માતાજી પાટણથી ભિનમાલ ગયાં છે અને આખાયે રાજસ્થાનમાં આજે ખીમજ માતા તરીકે પૂજાય છે. એમની પણ બાજુમાં નવદુર્ગાના નવાકોમાં મહીષાસુરમર્દિની બિરાજમાન છે. સિદ્ધરાજના શાસનકાળ દરમિયાન રચાયેલા સરસ્વતી પુરાણમાં કેશવ માધવ વ્યાસ કહે છે. અર્થાત તે ઉત્તમ તીર્થ છે, જ્યાં આદ્ય મહાલક્ષ્મી તથા મહાકાલી વગેરે દેવીઓનો નિવાસ છે.

 

From – Banaskantha Update


Share