કેન્દ્રીય કૃષિ મંત્રીએ ડીસાની મુલાકાત લઇ ખેડૂતો અને રાજસ્થાનના મજૂરોની સમસ્યા વિશે ચર્ચા કરાઇ

Share

બાડમેર-જેસલમેરના સાંસદ અને ભારત સરકારના કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી આજથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે

 

કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી ગુજરાત પ્રવાસે છે. ત્યારે શુક્રવારે ડીસાની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો અને રાજસ્થાની મજૂરો સાથે સંવાદ કરી તેઓની સમસ્યા અને ખેડૂતોની પાણીની સમસ્યાઓ વિશે ચર્ચા કરાઇ હતી.

 

 

બાડમેર-જેસલમેરના સાંસદ અને ભારત સરકારના કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી આજથી ચાર દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે. ડીસામાં મજૂરી અર્થે આવેલા રાજસ્થાનના પ્રવાસીઓ સાથે મુલાકાત કરવાનું કાર્યક્રમ અને શેરપુરા ગામના વતની અણદાભાઇ જાટ સાથે મુલાકાત કરી હતી.

 

 

આ મુલાકાત અંતર્ગત મંત્રી સાથે જળ અભિયાનની ચર્ચા-વિચારણા કરાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાત અને એમાંય ખાસ કરી ડીસા, ધાનેરા અને દાંતીવાડામાં પાણીની સમસ્યા છે. તેવી જ રીતે બાડમેર, ઝાલોર,જેસલમેર, બનાસકાંઠા અને જ્યાં ભૂમિગત જળ સમસ્યા છે તેવા વિસ્તારોમાં ખેત તલાવડીનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે એવી માંગ કરાઇ છે.

 

ખેત તલાવડીના પ્રોજેક્ટમાં વિશેષ રસ લઇ મંત્રીએ શેરપુરામાં તૈયાર થયેલી ખેત તલાવડીની તમામ વિગતો જાણી સાંભળીને ચર્ચા કરી અને આવનારા સમયમાં ખેડૂતો માટે ખેતીવાડી માટે સરકાર કોઇ નવી યોજના બનાવશે એની ખાતરી આપી હતી. આવનારા દિવસોમા મંત્રી શેરપુરા મુકામે તૈયાર થયેલી ખેત તલાવડીની રૂબરૂ મુલાકાત લેવા આવશે એવી વાત પણ મંત્રીએ કરી હતી. આ પ્રસંગે અણદાભાઇ જાટની સાથે મદાજી જાટ, ત્રિકમાજી જાટ અને સવાજી જાટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

From-Banaskantha update


Share