પાલનપુરમાં વર્દી પહેર્યા વિના બસમાં કંડક્ટર સાથે બેહૂદું વર્તન કરનાર ATI થયો સસ્પેન્ડ

Share

પાલનપુર એસ.ટી વિભાગનો એટીઆઇએ બુધવારે વડગામ પોઇન્ટ ઉપર વર્દી પહેર્યા વગર બસમાં તપાસ કરી કંડકટર સાથે બેહૂદું વર્તન કર્યાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં વિભાગીય પરિવહન અધિકારીએ એટીઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો છે.

[google_ad]

GSRTC પાલનપુરમાં ફરજ બજાવતો એટીઆઇ એમ.કે.બાડમેરાએ બુધવારે લાઇન ચેકિંગની ફરજ દરમિયાન વડગામ પોઇન્ટ ઉપર બનિયાનમાં બસમાં તપાસ કરવા ગયા હતા. જ્યાં કંડકટર, મુસાફરો સાથે બેહૂદું વર્તન કર્યુ હતુ. આ વિડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં વિભાગીય પરિવહન અધિકારી એસ.એ.પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અંબાજી ડેપોમાં મુક્યો હતો.

 

From – Banaskantha Update


Share