ડીસાની સાયન્સ કોલેજમાં પ્રયોગશાળાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો

Share

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન-ડીસા સંચાલિત પરાગભાઈ ત્રંબકલાલ પટેલ સાયન્સ કોલેજમાં પ્રયોગશાળાના ઉદ્ઘાટનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માં અંબાના પહેલા નોરતે ગુરુવારે યોજાયો હતો.

[google_ad]

 

આ પ્રસંગે સંસ્થાના નિયામક છગનભાઈ પટેલ, કોમર્સ ફેકલ્ટીના હેડ કિર્તીભાઈ પટેલ, સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ આનંદભાઈ સોની, રસાયણ શાસ્ત્રના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.ખુશ્બુ ઠક્કર, ભૌતિક શાસ્ત્રના આસીસ્ટન્ટ પ્રોફેસર બિહારભાઈ પ્રજાપતિ, વનસ્પતિ શાસ્ત્રના આસીસ્ટન્ટ પ્રોફેસર અર્ચનાબેન પરમાર સહીત સમગ્ર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

[google_ad]

સાયન્સ કોલેજની ત્રણ પ્રયોગશાળામાંથી રસાયણ શાસ્ત્રની પ્રયોગશાળાનું ઉદ્ઘાટન છગનભાઈ પટેલ અને કિર્તીભાઇ પટેલના હસ્તે કરાયું હતું. જ્યારે ભૌતિક શાસ્ત્રની પ્રયોગ શાળાનું ઉદઘાટન સાયન્સ કોલેજની વિદ્યાર્થીઓના હસ્તે કરાયું હતું.

[google_ad]

 

ઉદઘાટન બાદ છગનભાઈ પટેલ અને કિર્તીભાઇ પટેલે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી અને તેમને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ તેમજ સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપ્યા હતા. વિદ્યાર્થીઓએ જૂદી-જૂદી પ્રયોગશાળામાં અભ્યાસક્રમ અનુસાર પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું.

 

From – Banaskantha Update


Share