ડીસાના કાપરા નજીક શ્વાનને બચાવવા જતાં કાર પલ્ટી જતાં એક વ્યક્તિનું મોત

Share

ડીસામાં ગુરૂવાર ગોઝારો સાબિત થયો છે. જેમાં મોડી સાંજે જોરાપુરા અને કાપરા નજીક બે ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા. જેમાં જોરાપુરા નજીક બાઇક સ્લીપ ખાઇ જતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે મૂળ થરાદના વતની અને હાલ અમદાવાદ પાલડી ખાતે રહેતાં રાજેશકુમાર કેશવલાલ સંઘવી (ઉં.વ. આ. 54) સાંજના સુમારે પોતાની કીયા કાર લઇ કાપરા નજીકથી પસાર થતા હતા.

[google_ad]

તે દરમિયાન અચાનક શ્વાન રોડ ઉપર આવી જતાં તેને બચાવવા માટે પ્રયત્ન કરતાં કાર બે થી ત્રણવાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી કારમાં સવાર રાજેશભાઇ સંઘવીને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે 108 ની ટીમ કાપરા દોડી આવી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

[google_ad]

advt

આ અકસ્માતની જાણ થતાં ડીસા સહીત આજુબાજુના વિસ્તારના જૈન વેપારી સહીત સગા-સ્વજનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ અંગે ભીલડી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share