બનાસકાંઠામાં ઉત્પાદન ઘટતાં 2 માસમાં શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

Share

બનાસકાંઠા જીલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલાં પાછોતરા વરસાદે શાકભાજીના વાવેતરને વ્યાપક નુકશાન કરતાં વર્તમાન સમયે ઉત્પાદન નોંધપાત્ર ઘટી ગયું છે. પરિણામે બે માસ અગાઉ જે શાકભાજીના 1 કિલોના રૂ. 60 હતા. તે અત્યારે રૂ.100ને આંબી જતાં 66 ટકાનો કમરતોડ ભાવ વધારો પ્રજાજનો ઉપર પડયો છે. પાલનપુર, અમીરગઢ અને ડીસા તાલુકામાં ખાસ કરીને મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, આ વર્ષે પણ ખેડૂતોએ ફુલાવર, ટામેટા, કાકડી, કોબીઝ, રીંગણ, કાળંગડા સહીતના શાકભાજીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યુ હતુ.

[google_ad]

advt

સપ્ટેમ્બરમાં પાછોતરો ધોધમાર વરસાદ પડતાં શાકભાજીના છોડ સડી ગયા હતા. જેની અસર તેના ઉત્પાદન ઉપર પડી છે. આ અંગે પાલનપુર શાકમાર્કેટના વેપારી શૈલેષભાઇ દેવીપૂજકે જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠામાં શાકભાજીનો જથ્થો આવતો બંધ થતાં રાજસ્થાન ઉપરાંત મહેસાણા સહીતના જીલ્લાઓમાંથી લાવવું પડી રહ્યું છે.’

 

From – Banaskantha Update


Share