ડીસાના કંસારી ગામની દીકરીને સાસરી પક્ષ દ્વારા માર મારતાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસા તાલુકાના કંસારી ગામની દીકરીને તેના સાસરી પક્ષ દ્વારા અવાર-નવાર શારિરીક માનસિક ત્રાસ આપી ગડદા પાટુનો માર મારતાં કંસારી ગામની દીકરીએ તેના સાસરી પક્ષના છ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં મહીલાઓ પર અત્યાચારોના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને મહીલાઓને તેમના સાસરી પક્ષ દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી ઘરની બહાર કાઢી મૂકવાના પણ બનાવો સામે આવી રહ્યા છે. જ્યારે આવો જ એક બનાવ ડીસા તાલુકાની દીકરી સાથે બનવા પામ્યો છે. ડીસા તાલુકાના કંસારી ગામમાં રહેતી પંખૂબેન છગનભાઈ માજીરાણાએ આજથી નવ વર્ષ અગાઉ અમીરગઢ તાલુકાના રાજપુરીયા ગામમાં રહેતાં રાજેશભાઈ છગનભાઈ માજીરાણા સાથે સમાજના રીત-રીવાજ મુજબ લગ્ન થયેલા સંતાનમાં ત્રણ બાળકો છે.

[google_ad]

advt

 

 

પંખૂબેન માજીરાણાને તેના પતિ દ્વારા અવાર-નવાર શારિરીક માનસિક ત્રાસ આપી ગડદા પાટુનો મારમારી કહેતા કે, તું મને ગમતી નથી તું તારા બાપાના ઘરે જતી રહે. અને મારઝૂડ કરતાં પંખૂબેન માજીરાણાએ મારઝૂડ કરવાની ના કહેતાં પંખૂબેનનો પતિ રાજેશભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ પંખૂબેનનો હાથ પકડી ઘરથી કાઢી મૂકી હતી.

[google_ad]

 

જે બાદ પંખૂબેનના સાસુ લાડુબેન છગનજી, તેમના સસરા છગનજી પરાગજી, તેની નણંદ કંચનબેન અન્ય બીજી નણંદ પિંકીબેન અને તેનો પતિ દિનેશભાઇ રમેશભાઈ માજીરાણા અવાર-નવાર પંખૂબેન માજીરાણાના પતિને ચડામણી કરી પંખૂબેનને શારિરીક માનસિક ત્રાસ આપી ગડદા પાટુનો મારમારી ઘરેથી કાઢી મૂકી હતી. જે બાદ પંખૂબેનના દીકરાને તેમણે લઈ લીધો હતો અને બે દીકરીઓ સાથે ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે પંખૂબેન છગનભાઈ માજીરાણાએ સાસરી પક્ષના છ શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share