ડીસાના સંતોષી ગોળીયામાં અજાણ્યા શખ્સો કરિયાણાની દુકાનમાં ત્રાટક્યા

Share

ડીસા તાલુકાના વાસણા ગામના સંતોષીગોળીયા ખાતે એક કરિયાણાની દુકાનને શખ્સોએ નિશાન બનાવી રૂ. 45 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતાં દુકાન માલિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં ચોરોની ગેંગ શહેર બાદ હવે ગામડામાં સક્રીય થઇ છે. એક પછી એક ગામડામાં ચોરીના બનાવો હવે સામે આવી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના વાસણા ગામે આવેલ સંતોષી ગોળીયા ખાતે રહેતાં હીરાભાઈ ચુનાભાઈ માળી પોતાના ગામમાં કરિયાણાની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

[google_ad]

advt

ગત મોડી રાત્રે હીરાભાઈ માલિકની કરિયાણાની દુકાને તસ્કરોએ નિશાન બનાવી કરિયાણાની દુકાનમાં પડેલ એલ.સી.ડી., હોમ થિયેટર, કેમેરાની હાર્ડડીક્સ ,જેની કિંમત રૂ. 15 હજાર અને કરિયાણાનું સામાન જેમાં તેલના ડબ્બા બે નંગ,જેમાં પાંચ લિટરના તેલના ડબ્બા નંગ-7, ગોળની પેટી નંગ-2 20 કિલો, દાળના કટ્ટા એક નંગ, ચોખાનું કટુ એક નંગ, સાબુની પેટી નંગ-5 આમ કુલ રૂ. 45 હજારના મુદામાલની ચોરી કરી પલાયન થઈ જતાં હીરાભાઈ ચુનાભાઈ માળી ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

From – Banaskantha Update


Share