ડીસામાં જીપ ડાલાએ બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો : બાઇક સવારનું સારવાર દરમિયાન કરુણ મોત

Share

ડીસાના ભોયણ પાટીયા પાસે આવેલા અજંતા કોલ્ડ સ્ટોરેજની સામે જીપડાલાના ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતમાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મોટા ગામના મદારજી સુરાજી ઠાકોર પોતાનું બાઈક નંબર:-GJ-08-AS-7205 લઈ ભોયણ પાસે આવેલ અજંતા કોલ્ડ સ્ટોરેજ પાસે જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે જીપ ડાલુ નંબર:-GJ-27-TT-5866 નો ચાલક લઈ આવેલ અને બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલક મદારજી સુરાજી ઠાકોરને ગંભીર ઇજા થઈ હતી.

[google_ad]

advt

જીપ ડાલાનો ચાલક જીપ ડાલું લઈ નાસી ગયેલ. આ ઘટના બનતાં વિપુલસિંગ બબાજી સોલંકી આવીને જોયુ તો તેમના મોટા ગામના મદારજી સુરાજી ઠાકોર રોડ પર પડયા હતા. જે બાદ વિપુલસિંગ સોલંકીએ વેગેનર ગાડીમાં મદારજી સુરાજી ઠાકોરને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.

[google_ad]

 

અને જે બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મદારજી સુરાજી ઠાકોરનું મોત થયું હતું. જે બાદ વિપુલસિંગ સોલંકી એ જીપ ડાલાના ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

From – Banaskantha Update


Share