બનાસકાંઠામાં પેટ્રોલ 100ને પાર : સૌથી વધુ ભાવ વાવમાં રૂ.101.13

Share

રાજસ્થાનમાં ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં પેટ્રોલ રૂ.100 પહોંચ્યા બાદ હવે આપણે બનાસકાંઠામાં પેટ્રોલમાં 100નો આંક વટાવી દીધો છે.પાલનપુરમાં રૂ. 100 માં માત્ર 9 પૈસા ઓછા જ્યારે સરહદી વાવમાં 101.13નો સહુથી વધુ વિક્રમજનક ભાવ જોવા મળ્યો હતો.

[google_ad]

 

પાલનપુરમાં એરોમાં સર્કલ પર સતત વાહનોથી ભરચક રહેતાં પમ્પના માલિકે જણાવ્યું કે “દરરોજના 8 હજાર લીટર આસપાસ પેટ્રોલ વેચાય છે. હાલમાં ઘરાકી અડધી થઈ ગઈ છે. આવનાર દિવસોમાં હજુ ભાવો વધી શકે છે. 110 થી 115 સુધી જવાની તૈયારી આપણે રાખવી પડશે.

[google_ad]

advt

 

આ અંગે બનાસકાંઠા પેટ્રોલ પંપ સંચાલક એસોશીયેશનના પ્રમુખ ભરતભાઈએ જણાવ્યું હતું, કે સિદ્ધપુરથી ભારત પેટ્રોલિયમનું જ્યાં જ્યાં પેટ્રોલ જાય છે ત્યાં અંતર પ્રમાણે ભાવમાં મામૂલી વધ-ઘટ રહે છે. સિદ્ધપુરથી પાલનપુર નજીક છે એટલે 99.91 ભાવ જ્યારે થરા સિદ્ધપુરથી દૂર છે એટલે 100.55 ભાવ જોવા મળ્યો છે. જ્યારે એથી દૂર આવેલા વાવમાં 101.13નો ભાવ જોવા મળ્યો છે.

[google_ad]

 

આ અંગે પાલનપુરના આર.ટી.ઓ. સર્કલ પાસેના સી.એન.જી. પંપ પર કાર લઇને આવેલા 4 શિક્ષકોએ જણાવ્યું હતું કે “અમે પાલનપુર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં રહીએ છીએ અને અમીરગઢ તાલુકાના જુદા-જુદા ગામમાં નોકરી કરીએ છીએ. દરરોજ અપડાઉન કરવાનું હોવાથી અલગ-અલગ કાર લઇ જવાનું બંધ કરીને આર.ટી.ઓ. સર્કલ પર બધા કાર મૂકી દે છે અને વારાફરતી એકબીજાની કારમાં ગેસ પૂરાવીએ છીએ.જેથી ઈંધણ બચી શકે.

[google_ad]

 

 

સતત વધતાં ભાવ વચ્ચે હાલ રાજસ્થાનના રૂ.110 પેટ્રોલ થયું છે. જેથી રાજસ્થાનથી લોકો પેટ્રોલ પૂરાવા અંબાજી, અમીરગઢ, દાંતીવાડા, પાંથાવાડા, ધાનેરા, થરાદ સ્થિત રાજસ્થાનને જોડતા પંપ પર આવે છે અને બેરલમાં લઈ જાય છે.

[google_ad]

 

 

જીલ્લામાં પેટ્રોલ ડીઝલની સ્થિતિ
પેટ્રોલ ડીઝલ
પાલનપુર 99.91 98.81
વાવ 101.13 99.76
શિહોરી 100:24:00 99:12:00
અંબાજી 100.8 98.61
પાંથાવાડા 100.58 99.46

 

From- Banaskantha Update


Share