થરાદમાં છકડો રીક્ષા અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકનું મોત

Share

થરાદમાં ગુરુવારે જુના આરટીઓ ચેકપોસ્ટ નજીક ઇકો અને છકડો રીક્ષા વચ્ચે અથડાતાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. થરાદમાં ગુરુવારે જુના આર.ટી.ઓ. ચેકપોસ્ટ નજીક ઇકો (GJ-08-CC-4289) અને છકડો રીક્ષા (GJ-08-AT-0230) વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, જેમાં ઇકો ચાલક વાવ તાલુકાના વાવડીના ભરતભાઇ સેગલ અને છકડો રીક્ષા ચાલક થરાદના નવિનભાઇ કરશનભાઇ માળી ગંભીર રીતે ઘાયલ થયા હતા. 108ને જાણ કરાતાં થરાદ 108ના પાયલોટ અરવિંદસિંહ સિસોદિયા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા.

[google_ad]

advt

 

અને બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં છકડો રીક્ષા ચાલક નવિનભાઈ માળીનું થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. થરાદ નગરના હાર્દસમા વિસ્તારમાં દુર્ઘટનાને પગલે બંને બાજુ ટ્રાફિકજામ થવા પામ્યો હતો.

 

From – Banaskantha Update


Share