ડીસા: એક જ રાતમાં બે હત્યાથી ચકચાર, મંદિરના ચોકીદાર અને એક મહિલાની હત્યા

Share

બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જગ્યાના સીસીટીવી મેળવી હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

 

બનાસકાંઠા જિલ્લાના ક્રાઇમ કેપિટલ ગણાતા ડીસા શહેરમાં આજે બે અલગ અલગ જગ્યાએ બે હત્યાની ઘટના સામે આવી છે. સાંઈબાબા મંદિરમાં ખાટલામાં સૂતેલા ચોકીદારની અજાણ્યા શખ્સે હત્યા કરી હતી. જ્યારે ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં પણ એક મહિલાની હત્યા થતા ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

[google_ad]

ડીસા શહેરના ભરચક વિસ્તારમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ બે હત્યા થઈ હોવાની ઘટનાઓ બની છે. એક જ રાતમાં બે બે હત્યા થતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ પોલીસે આ બંને કેસમાં સીસીટીવી સહિતના મહત્ત્વના પુરાવા એકઠા કરીને હત્યારાઓનું પગેરું શોધવાનો પ્રયાસો શરૂ કર્યાં છે.

[google_ad]

ડીસાના સાંઈબાબા મંદિરમાં ચોકીદાર તરીકે કામ કરતા કટ્ટીભાઈ હમીરજી વજીર મંદિરના કુટીરમાં ખાટલામાં સુતા હતા. તે દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજારીને જાણ થતાં જ તેઓએ મંદિરના સંચાલક સહિત પોલીસને જાણ કરી હતી.

[google_ad]

આ સિવાય મંદિરને અડીને આવેલા ભણસાલી હોસ્પિટલના ક્વાર્ટરમાં બીજા માળે રહેતા અને નર્સિંગનું કામ કરતાં કિરણભાઈ મકવાણાની પત્ની પાયલબેન મકવાણા ઘરે એકલા હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેમની હત્યા કરી હતી.

 

[google_ad]

મોડી રાત્રે હોસ્પિટલમાં કામ પતાવીને ઘરે પરત આવતા કિરણભાઈને તેમની પત્નીની હત્યા થઇ હોવાની જાણ થઈ હતી. બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જગ્યાના સીસીટીવી મેળવી હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

 

From – Banaskantha Update


Share