વાવ: પોલીસને ધક્કો મારી અપહરણ, પોસ્કો અને લૂંટનો આરોપી ફરાર

Share

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. લૂંટ, અપહરણ અને પોસ્કોનો આરોપી તપાસ દરમિયાન ફરાર થઈ જતા માવસરી, થરાદ અને એલસીબીની (LCB) અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે.

File Photo

[google_ad]

વાવ તાલુકાની માવસરી પોલીસે 2 દિવસ અગાઉ મુકેશ શંકરભાઈ ઠાકોર નામના આરોપીની અટકાયત કરી હતી. આ આરોપી અગાઉ પોસ્કો, લૂંટ અને અપહરણ જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલો હતો અને આ આરોપીની પોલીસે અટકાયત કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા.

File Photo

[google_ad]

તેમજ આરોપીને તપાસ માટે ટોભા ગામે લઇ ગયા હતા જ્યાં ટોભા ગામે પોલીસની ગાડીમાંથી ઉતરતી વખતે આરોપી પોલીસને ધક્કો મારે ત્યાંથી નાસી ગયો હતો, તે સમયે પોલીસે તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો.

File Photo

[google_ad]

પરંતુ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો બનાવને પગલે માવસરી થરાદ અને જિલ્લા એલસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરાર આરોપી સામે માવસરી પોલીસે વધુ એક ગુન્હો નોંધી અલગ અલગ આઠ ટીમો બનાવી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update

 


Share