અંબાજી આવેલા હોટલ માલિકને ચપ્પાના 8 ઘા મારી હત્યારાઓ ફરાર, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

Share

માઉન્ટ આબુથી સોમવારે સવારે અંબાજી આવેલા હોટલ માલિક વિનય રાવલની સાંજના સુમારે ગબ્બરના પાછળના વિસ્તારમાં ઘાતકી હત્યા કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે એક શકમંદ યુવતીની પૂછતાછ હાથ ધરી છે.

 

[google_ad]

બીજી તરફ ઘટનાને પગલે સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે. અંબાજીમાં ઘટેલ ઘાતકી હત્યાની વિગત મુજબ વિનય રાવલ અંબાજીની એક હોટલના વ્યવસાયમાં જોડાયેલો હતો. થોડાક સમયથી માઉન્ટ આબુ ખાતે હતો. જે સોમવારની સાંજે અચાનક અંબાજી આવ્યો હતો.

[google_ad]

દરમિયાન સોમવારની મોડી સાંજના સુમારે અંબાજી ગબ્બર પાછળના વિસ્તારમાં આવેલ તેલિયા નદીના પુલ પાસેના માર્ગ નજીકના જંગલમાં કોઈ અજાણ્યા ઈસમોએ ચપ્પાના આઠ ઘા ઝીંકી ઘાયલ કર્યો હતો અને હત્યારા ફરાર થઈ ગયા હતા. દરમ્યાન માર્ગ પરથી પસાર થતા નજીકના જ વિસ્તારના એક માલધારી યુવકે લોહી લુહાણ યુવકને તાત્કાલિક અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Advt

[google_ad]

પરંતુ ત્યાં સુધીમાં તો તેનું પ્રાણ પંખેરું ઉડી જવા પામ્યું હતું. ઘટનાને લઇ અંબાજી સહીત દાંતા પંથક અને બ્રહ્મ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત સાથે રોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી હતી. બીજી તરફ પોલીસ પણ ત્વરિત ગતીએ રહસ્યમય હત્યાનો ભેદ ઉકેલવા માટે એક શકમંદ યુવતીની પૂછતાછ હાથ ધરી છે.

 

[google_ad]

અંબાજીમાં ઘટેલ ઘાતકી હત્યાને પગલે સમગ્ર પોલીસ તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે. જ્યાં રાત્રી દરમ્યાન જીલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવવા સાથે અંબાજીની સ્થાનિક પોલીસ સહીત એલ.સી.બી., એસ.ઓ.જી. સહીત એફ.એસ.એલ. અને ડોગ સ્ક્વોડની મદદ દ્વારા ગુનાના મૂળ સુધી પહોંચવા સહીત હત્યારાઓનું પગેરું મેળવવા સધન તપાસનો દોર હાથ ધર્યો છે.

 

[google_ad]

મૃતક યુવકના સ્નેહી જનોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને હત્યારાઓને જબ્બે કરવાની માંગ સાથે મૃતદેહ લેવાનો પણ ઇન્કાર કરતા ઉત્તેજના જોવા મળી હતી. જ્યાં મંગળવારે સવારે આઠ કલાકે મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ બપોરના એક વાગ્યાના સુમારે અંબાજી પોલીસ મથકના વડા દ્વારા ગુનામાં કોઈ જ કચાસ ન છોડી હત્યારાને જબ્બે કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને ત્યાર બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે લઇ જવાયો હતો.

 

[google_ad]

જોકે, મૃતકના નાના ભાઈએ પોલિસ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. મૃતકના લગ્ન જીવનમાં બે સંતાનો હોવાને લઇ બાળકો પરથી પણ પિતાની છત્ર છાયા છીનવાઈ જતા ભારે શોકની લાગણી છવાઈ છે.

 

 

From – Banaskantha Update


Share