ડીસામાં અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે મોત

Share

ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એકટીવા પર મહિલા પેટ્રોલ ભરાવી નોકરી પર જતા હતા તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લેતા હોસ્પિટલે મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત થયું હતું.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે એક મહિલા પોતાનું એકટીવા લઇ પેટ્રોલ ભરાવી નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે અજાણ્યા વાહનચાલકે મહિલાને હડફેટે લેતાં મહિલા રોડ પર પટકાઈ હતી.

[google_ad]

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરતા મહિલાની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share