ડીસામાં વી.સી.ઇ. કર્મચારીઓ પ્રતિક હડતાળ પર ઉતરી વિરોધ દર્શાવ્યો

Share

ડીસામાં વી.સી.ઇ. કર્મચારીઓ મંગળવારે એક દિવસીય પ્રતિક હડતાળ પર ઉતર્યા હતા અને પોતાના કામકાજના સમયે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

જેમાં વી.સી.ઇ. કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે, વર્ષોથી તેમને વળતર પેટે માત્ર કમિશનની રકમ જ ચૂકવવામાં આવે છે અને કમિશનથી ખૂબ જ ઓછું વળતર મળતું હોવાના લીધે હવે વી.સી.ઇ. કર્મચારીઓ માંગ કરી છે કે, સરકાર દ્વારા વેતન આપવામાં આવે અને તમામ કર્મચારીઓને કાયમી કરવામાં આવે.

[google_ad]

ગુજરાતમાં અત્યારે 15 હજાર કરતાં પણ વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આ તમામ કર્મચારીઓએ છેલ્લા ઘણા સમયથી આ માંગ કરી રહ્યા છે.

[google_ad]

advt

 

મંગળવારે પ્રતિક હડતાળ પર ઉતરેલા વી.સી.ઇ. કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારતાં જણાવ્યું હતું કે, ‘સરકાર દ્વારા તેમની માંગણીઓ અંગે વિચારવામાં નહીં આવે તો આગામી તા. ૧૩ ઓક્ટોબરના રોજ સત્યાગ્રહ છાવણીમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.’

 

From – Banaskantha Update


Share