ડીસા-પાટણ હાઇવે પર આવેલ એક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો

Share

ડીસા-પાટણ હાઇવે પર આવેલ શિવધામ સોસાયટીમાં 100 થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ સોસાયટીમાં રોડ અને લાઇટની સુવિધા ન હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે તાત્કાલીક ધોરણે આ વિસ્તારમાં રોડ અને લાઇટની સુવિધા કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

[google_ad]

 

ડીસા-પાટણ હાઇવે પર આવેલ શિવધામ સોસાયટીમાં રોડ અને લાઇટની સુવિધા ન હોવાના કારણે અહી વસવાટ કરતાં પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે હાલમાં ડીસા નગરપાલિકામાં ભાજપ સાશિત નગરપાલિકા છે અને અત્યાર સુધી નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર દ્વારા અનેક વિસ્તારોમાં સારો એવો વિકાસ કરવામાં આવે છે.

[google_ad]

 

પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે, જ્યાં નગરપાલિકા સુવિધાઓ પૂરી ન પાડવામાં આવતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસા-પાટણ હાઇવે પર આવેલ શિવધામ સોસાયટીમાં આ વિસ્તારમાં 100 થી પણ વધુ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ અને લાઇટની સુવિધા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે આ વિસ્તારના લોકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાં સારો રસ્તો બન્યો નથી.

[google_ad]

 

જેના કારણે આ વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાત્રિના સમયે આ વિસ્તારમાં લાઇટની કોઇ સુવિધા ન હોવાના કારણે આ વિસ્તારના લોકો રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. ત્યારે તાત્કાલીક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ રોડ અને લાઇટની તાત્કાલીક વ્યવસ્થા કરાવી આપવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.

[google_ad]

 

ડીસા નગરપાલિકા એક તરફ શહેરના વિકાસ માટે અનેક સુવિધાઓ પૂરી પાડી રહી છે. પરંતુ આજે પણ ડીસા શહેરના છેવાડાના વિસ્તારના લોકો અપૂરતી સુવિધાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા છેવાડાના માનવી સુધી જે સમસ્યાઓ રહેલી છે તેને યોગ્ય રીતે નિકાલ લાવવામાં આવે તેવી હાલ મોટાભાગના વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.

[google_ad]

advt

 

ડીસા શહેરના વિકાસ માટે નગરપાલિકાના પ્રમુખ દ્વારા અત્યાર સુધી અનેક વિસ્તારોની સુવિધા પૂર્ણ કરી છે. ત્યારે આવા છેવાડાના વિસ્તારોની પણ નગરપાલિકા પ્રમુખ દ્વારા તાત્કાલીક ધોરણે લાઇટ, રસ્તાઓ અને ગટરની વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

From – Banaskantha Update


Share