ડીસામાં વેપારીઓ અને ખેડૂતોને સરકારની સહાય ન મળે તો બટાટા રોડ પર ફેંકાય તેવી પરિસ્થિતિ વણસી

Share

દેશભરમાં બટાટાનું કેન્દ્ર બનેલા ડીસામાં ગત વર્ષની માફક ભાવ સાવ તળીયે બેસી જતાં હવે સરકારી સહાય ન મળે તો બટાટા રોડ પર ફેંકવાનો વારો આવે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હજુ ડીસાના કોલ્ડ સ્ટોરેજાેમાં લગભગ 1 કરોડ 30 લાખ કટ્ટાનો સ્ટોક પડયો છે.

[google_ad]

 

 

હાલ સંગ્રહની પોણા ભાગની સિઝન તો પૂર્ણ થઇ ગઇ છે. આવી પરિસ્થિતિમાં સરકાર જો તાત્કાલીક કોઇ ર્નિણય નહીં લે તો ખેડૂતો અને વેપારીઓને ભયંકર આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે. ડીસાના વેપારીઓ અને ખેડૂતોએ બટાટાની નિકાસ માટે મળતી ટ્રાન્સપોર્ટ સબસીડી ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે.

[google_ad]

ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે બટાટાનું 60 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થતાં બમ્પર ઉત્પાદન થયું હતું. જો કે, ખેડૂતોને બિલકુલ પોષણક્ષમ ભાવ ન મળતાં શરૂઆતથી જ નુકશાની ભોગવી હતી.

[google_ad]

 

જ્યારે જીલ્લાના 200 જેટલાં કોલ્ડ સ્ટોરેજો હાઉસફૂલ થઇ ગયા હતા. ત્યારબાદ સ્ટોરેજ ખૂલ્યા બાદ ભાવ સારા મળશે તેવી આશા હતી. પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ બટાટાનું બમ્પર ઉત્પાદન થતાં ભાવ સાવ ગગડી ગયા હતા.

[google_ad]

 

અગાઉ સરકાર દ્વારા ડીસાથી તમિલનાડું, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં બટાટાની નિકાસ થતી હોઇ ટ્રાન્સપોર્ટ ભાડામાં સબસીડી શરૂ કરી રાહત આપી હતી. જેથી દરરોજ ડીસાથી 300 ટ્રક માલ ભરી અન્ય રાજ્યોમાં જતી હતી. પણ હવે સબસીડી ન હોવાથી નિકાસ થતી નથી. હાલ ભાવ સાવ તળીયે બેસી ગયા છે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસીએશન પણ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

[google_ad]

બટાટા સિઝન ટાંણે સરેરાશ ભાવ રૂ. 100 થી 125 પ્રતિ મણ હતો. જેથી 50 કિલોની બેગ(કટ્ટા) ની કિંમત રૂ. 200-250 આજુબાજુ થાય. સ્ટોરેજમાં ભરવાથી પ્રતિ કટ્ટાએ રૂ.100 ભાડું અને ખર્ચ થાય છે.

[google_ad]

advt

 

ત્યારે હાલમાં પણ બિલ્ટી એટલે કે 80 કિલોના ભાવ રૂ. 400-500 આજુબાજુના જ છે. આવામાં મૂડી પણ ભેગી થાય તેમ નથી. જેથી સરકારી સહાય વગર ખેડૂતો અને વેપારીઓ પાયમાલ થઇ જશે અને બટાટા રોડ પર ફેંકવાનો વારો આવશે.

 

From – Banaskantha Update


Share