એલ.સી.બી. પોલીસની ટીમે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા બે શખ્સોને ઝડપ્યા

Share

છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા બે શખ્સોને કાણોદર હાઇવે બસ સ્ટેન્ડ નજીકથી મંગળવારે એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી પાડયા હતા. આ અંગે એલ.સી.બી. પોલીસની ટીમે બે શખ્સોની વધુ તપાસ માટે પાલનપુર તાલુકા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મંગળવારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

[google_ad]

 

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસતા-ફરતા ઘનશ્યામભાઇ ઉર્ફે કૈલાશ મુરલીધર ટીલાણી (રહે.ડીસા, તા.ડીસા) અને મુન્નાભાઇ હુસેનભાઇ ચૌહાણ (રહે. સિદ્ધપુર, તા.સિદ્ધપુર) વાળાને કાણોદર હાઇવે બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયા હતા. આ અંગે એલ.સી.બી. પોલીસની ટીમે વધુ તપાસ માટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

 

From – Banaskantha Update


Share