લાખણીની કોર્ટે મહીલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આરોપીને બે વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ ફટકાર્યો

Share

લાખણી તાલુકાના મટું ગામમાં આજથી ચાર વર્ષ અગાઉ એક ખેતરમાં મહીલા પાણી ભરી રહી હતી. તે દરમિયાન તે જ ગામના એક શખ્સે આવી મહીલાને પાછળથી પકડી સાડલો ફાડી નાખી ઇજ્જત લેવાની કોશિષ કરી હતી. જે અંગે તે સમયે આગથળા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કેસ સોમવારે લાખણીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને રૂા. એક હજારનો દંડ ફટકાર્યો છે.

[google_ad]

આ બનાવની વિગત એવી છે કે, લાખણી તાલુકાના મટું ગામમાં રહેતી એક મહીલા તા. 02/07/2017 ના બપોરે પોતાના ખેતરમાં બનાવેલ ઘર આગળ પાણીના ટાંકા પાસે પાણી ભરતી હતી. તે દરમિયાન મટું ગામના જ બાબુ જેઠાભાઇ પ્રજાપતિએ આવી મહીલાને પાછળથી પકડી સાડલો ફાડી નાખી ઇજ્જત લેવાની કોશિષ કરી હતી.

[google_ad]

 

advt

આ મામલે તે સમયે આગથળા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સોમવારે આ કેસ લાખણી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજય એ. જોષીની દલીલો અને રજૂ કરેલા પૂરાવા ધ્યાને રાખી લાખણી યુ.મેજી.ફ.ક.કોર્ટના ન્યાયાધીશ એફ.આર.કોઠારીયાએ આરોપી બાબુ જેઠાભાઇ પ્રજાપતિને ઇ.પી.કો.કલમ-354 માં તકસીરવાન ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. એક હજારનો દંડ ફટકાર્યો છે.

From – Banaskantha Update


Share