પાલનપુર કલેકટર કચેરીમાં રાષ્ટ્રીય મહીલા આયોગના સભ્યના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ

Share

રાષ્ટ્રીય મહીલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે જીલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં મહીલાઓની સુરક્ષા, સલામતી અને જાતિય સતામણી અટકાવવા અંગે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં શિક્ષણ, પોલીસ અને આરોગ્ય વિભાગ સાથેની ચર્ચામાં સાયબર ક્રાઇમ અને લીવ ઇન રીલેશનશીપમાં રહેતાં અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે સમય મર્યાદામાં ખાતાકીય તપાસ પૂર્ણ કરી પીડીત મહીલાઓને ન્યાય અપાવવા ર્ડા. રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું.

[google_ad]

આ અંગે ર્ડા. રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું કે, સમાજમાં લીવ ઇન રીલેશનશીપનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકારના કોઇપણ વિભાગમાં ફરજ બજાવતાં હોય અને લીવ ઇન રીલેશનશીપમાં રહેતાં હોય તેવા વ્યક્તિ સામેની તપાસો પૂર્ણ કરી તાત્કાલીક નિર્ણય લઇ કસૂરવાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. જે સંસ્થા કે કચેરીમાં 10 થી વધુ કર્મચારીઓ કામ કરતાં હોય ત્યાં મહીલાઓની ફરિયાદોના નિવારણ માટે આંતરીક કમિટીની રચના કરવામાં આવે અને જાતિય સતામણી અટકાવવા અંગે સ્કૂલોમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે અને દિકરીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપી ફીડબેક પણ મેળવીએ. તેમેણ આ સંદર્ભમાં ઘરેલુ હિંસા અને જાતિય સતામણી વિષય અંગે શાળાઓમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવા પણ જણાવ્યું હતું

[google_ad]

 

જાતિય સતામણી ઉપરાંત છેડતી, મહીલાઓનો પીછો કરવો, વિડીયો ઉતારવો, સોશિયલ મિડીયામાં હાય… હેલ્લોના મેસેજ કરી પરેશાન કરવા સહીતના ગુનાઓ બાબતે ભારતીય ફોજદારી ધારામાં કડક જોગવાઇ કરવામાં આવેલી છે. તેમણે મહીલા અને બાળકોના પોષણ પર ભાર મુકતાં કહ્યું હતું કે, હેલ્થ અને ન્યુટ્રીશીયનની બાબતોને અગ્રતા આપી બાળકોમાં એવી ટેવ પાડીએ કે, ભોજનની થાળીમાં સલાડ, દહીં વગેરે તો હોવા જ જોઇએ તો જ કૂપોષણને નાબૂદ કરી શકાશે.

[google_ad]

મહીલાઓને મેટરનીટી લીવ અને ચાઇલ્ડ કેર સુવિધા પુરી પાડવા પણ યોગ્ય વ્યવસ્થા રાખવા તેમણે જણાવ્યું હતું. વિવિધ કચેરીઓની સમીક્ષા દરમિયાન તેમણે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.  કેન્દ્ર સરકારના સખી વન સ્ટોપ સેન્ટરમાં મહીલાઓના પ્રશ્નો સાંભળી તેમને કાયદાકીય મદદ કરવામાં આવે છે. આ સખી વન સ્ટોપ સેન્ટર સમક્ષ બહેનો પોતાની મૂઝવણ કે મૂશ્કેલીઓ રજૂ કરી સુખદ સમાધાન મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

[google_ad]

 

આ બેઠકમાં બનાસકાંઠા કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરે, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, આસી. પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, મહીલા અને બાળ કલ્યાણ અધિકારી સુલોચનાબેન પટેલ, સીવીલ સર્જન ર્ડા. ભરત મિસ્ત્રી, જીલ્લા શિક્ષણાધિકારી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર યશવંતીબેન ચાવડા સહીત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share