રાષ્ટ્રીય મહીલા આયોગના સભ્યે પાલનપુર મહીલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

Share

રાષ્ટ્રીય મહીલા આયોગના સભ્ય ર્ડા. રાજુલબેન દેસાઇએ પાલનપુર મહીલા પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન મહીલા પોલીસને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ‘મહીલાઓ પાસે માતૃહૃદય હોય છે. એક મહીલા જ બીજી મહીલાની પીડા કે વેદનાને સારી રીતે સમજી શકે તેના માટે સરકારે મહીલાઓ માટે અલગ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા છે અને 33 ટકા મહીલાઓની પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે છે.

[google_ad]

ત્યારે તમારી પાસે આવતી દુઃખી મહીલાઓના દુઃખ દૂર કરવાનું સેવાનું કાર્ય કરીએ. અત્યાચારનો ભોગ બનેલી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવે ત્યારે તેને સાંભળી, યોગ્ય કાઉન્સેલીંગ કરી આપણા સારા વાણી, વર્તન અને આચરણથી તેનું દુઃખ દૂર કરીએ.

[google_ad]

 

મહીલા પોલીસે જરા પણ કઠોર બન્યા સિવાય કે પુરૂષ બનવાની કોશિષ કર્યા સિવાય એક મહીલાને છાજે તેવું આચરણ અને પ્રેમની ભાષાથી કોઇક દુઃખી બહેનના દુઃખ દૂર કરવાની મથામણ કરવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.’

From – Banaskantha Update


Share