જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શિખતા રહ્યો કારણ કે અનુભવે જ એ જ શ્રેષ્ઠ શિક્ષક છે

Share

ચિત્રકાર અને દોડવીર વાલજીભાઇ કરેણ સાથે મુલાકાત કરતાં કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. એવું જ વાલજીભાઇ જેસુંગભાઇ કરેણ (પટેલ) બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મેગાળના જેઓએ વ્યવસાય ખેતી સાથે સંકળાયેલા છે. અભ્યાસ ઓલ્ડ એસ.એસ.સી. પાસ કરી ડી.ટી.સી. (વઢવાણ ફાઇન આર્ટ્‌સ વિકાસ વિદ્યાલય-વઢવાણ) ખાતે પાસ કરી છે. ત્યારબાદ તેઓ ખેતીના વ્યવસાય સાથે સાથે ચિત્રકલા, પેઇન્ટીંગ, વ્યાયામ, યોગ અને કસરતનો ખૂબ જ શોખ તેની સાથે ઘણા બધા પ્રમાણપત્રો મેળવ્યા છે.

[google_ad]

એ થોડા સમય માટે ગૃહપતિ સલેમકોટ વિનય મંદિર વિદ્યાલય કુમાર છાત્રાલયમાં ચાર વર્ષની નોકરી કરી છે. પરિવારમાં ત્રણ પુત્ર રમેશભાઇ, નાગજીભાઇ, ગોવિંદભાઇ અને પુત્રી અનુબેન જેઓને યોગ્ય શિક્ષણ અપાવ્યું છે. સાથે સાથે ધર્મપત્ની સૂરજબેન ઘરકામ અને ખેતીમાં ખૂબ જ મદદ આપી છે.

[google_ad]

 

આમ આ પરિવાર ખૂબ જ આનંદી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કમિશનર યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી-બનાસકાંઠા દ્વારા આયોજીત જીલ્લા કક્ષા સિનિયર સિટીઝન રમત સ્પર્ધામાં સ્પોર્ટ્‌સ ક્લબ-ડીસા ખાતે યોજાયેલ સીનીયર સીટીઝન રમત-ગમતમાં 400 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યા હતા.

[google_ad]

 

જે રાજસ્થાનમાં યોજાયેલ બીજાલા ગામમાં 10 કિલોમીટર દોડમાં પ્રથમ નંબર આવી જીલ્લા અને ગામનું નામ રોશન કર્યું છે. સાથે તેઓને પક્ષીઓના, પ્રાણીઓના, કુદરતી દ્રશ્ય, પતંગિયા જેવા સ્કેનપેન અને કલરથી સુંદર ચિત્ર દોરવાનો એક અનેરો શોખ છે.

[google_ad]

આ પ્રસંગે રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક ચંદુભાઇ એ.ટી.ડી. એ જણાવ્યું હતું કે, ‘73 વર્ષની ઉંમરે પણ દોડવીર, યોગ કસરત અને ચિત્રો દોરવામાં ખૂબ જ પ્રેરણાત્મક કાર્ય કરી એક સમાજને પોતાની સુંદર હેલ્થના સમાચાર દર્શાવી પ્રેરણા આપી છે. જે ધન્યવાદને પાત્ર છે.’

[google_ad]

advt

 

આ પ્રસંગે વાલજીભાઇ કરેણ (પટેલે) જણાવ્યું હતું કે, ‘આપણે મારા જ આ સુંદર ચિત્રોની કદર કરી જે મને ખૂબ જ ગમ્યું અને ભવિષ્યમાં કંઇક નવું કરવાનું પ્રેરણા મળશે અને જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી-બનાસકાંઠા આયોજીત જીલ્લા કક્ષા સીનીયર સીટીઝન રમત-ડીસા સ્પોર્ટ્‌સ ક્લબ, જીલ્લા રમત-ગમત અધિકારી-બનાસકાંઠા દ્વારા હિંમતભાઇ કાપડી અને તેમની ટીમ દ્વારા સીનીયર સીટીઝન પરિવાર મિત્રો સાથે જૂદી-જૂદી રમતોનું સુંદર આયોજન કરવામાં આવે છે જે ખૂબ ધન્યવાદને પાત્ર છે.’ આ પ્રસંગે ચિત્રકાર નાથાલાલ બ્રહ્મક્ષત્રિય પણ સુંદર ચિત્રો દોરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

From – Banaskantha Update


Share