દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં એન.સી.સી.ના કેડેટ્‌સનો વાર્ષિક ટ્રેનિંગ કેમ્પ યોજાયો

Share

ગુજરાત બટાલિયન-35 એન.સી.સી.ના વિધાર્થીઓ દ્વારા તાજેતરમાં તા. 27 સપ્ટેમ્બરથી તા. 03 ઓક્ટોબર-2021 સુધી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડામાં એન.સી.સી. કેડેટ્‌સ માટે વાર્ષિક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું.

[google_ad]

 

આ કેમ્પના કેમ્પ કમાન્ડન્ટ કર્નલ રાજેશ નવારખેલે અને નાયબ કેમ્પ કમાન્ડન્ટ કર્નલ એસ. સુભીરકુમારના અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું.

[google_ad]

આ દરમિયાન કેમ્પમાં જૂદી-જૂદી પ્રવૃત્તિઓ કરાઇ હતી. જેમાં ફાયરીંગ, પી.ટી. પરેડ, ડ્રીલ, લેક્ચર, રમત-ગમત, આર.ડી.સી. પરેડ પ્રેક્ટિસ અને તા. 02 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.આર.એમ. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

જે દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં તેજસ્વી કેડેટ્‌સોને મેડલ દ્વારા સન્માનિત કરાયા હતા.

[google_ad]

 

 

સુબેદા મેજર બડગીરી બાલાજી અને એ.એન.ઓ. તરીકે લેફ્ટેનન્ટ ડો. સીમ્પલ જૈન, લેફ્ટેનન્ટ મોતીભાઇ દેસાઇ અને લેફ્ટેનન્ટ મુકેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં આ કેમ્પનું સમાપન કરાયું હતું.

 

From – Banaskantha Update


Share