ડીસામાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરાઇ

Share

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં રવિવારે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી પ્રચારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ પ્રસંગે લોકોને નશાનો ત્યાગ કરાવવા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા.

[google_ad]

 

ભારતમાં વર્ષે દહાડે અસંખ્ય લોકોના મોત અલગ-અલગ વ્યસનના લીધે થાય છે. ત્યારે વ્યસનોના લીધે લોકોના નીપજી રહેલા મોતને પગલે નશાબંધી વિભાગ દ્વારા દર વર્ષે તા. 2 ઓક્ટોબરથી તા. 9 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. રવિવારે ડીસા ખાતે પણ નશાબંધી વિભાગ દ્વારા ડીસા નગરપાલિકા હોલમાં નશાબંધી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓએ નશાબંધીની આડઅસરો વિશે ઉપસ્થિત લોકોને જાણકારી આપી હતી.

[google_ad]

 

આ ઉપરાંત લોકોને વિવિધ નશાથી દૂર રહેવા અપિલ કરી હતી અને લોકોને વ્યસન ન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી વિભાગના નિયામક સુનિલકુમાર, બનાસકાંઠાના પી.આઇ. એન.ડી.દેવાણી, ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા તાલુકા પંચાયત પ્રમુખ જીજાબેન ગોકવાડીયા અને ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર સહીત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

ડીસા ખાતે યોજાયેલા નશાબંધીના કાર્યક્રમ અંગે નશાબંધી આબકારી વિભાગના નિયામક સુનિલકુમારે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયમાં ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે લેવાઇ રહેલા નશાથી લોકોએ દૂર રહેવું જોઇએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા માટે પ્રયત્ન કરવો જોઇએ.

[google_ad]

advt

 

કોઇ પણ દેશનો વિકાસ તે દેશના યુવાનો પર આધારીત હોય છે. પરંતુ ભારતમાં છેલ્લા કેટલાંક સમયથી દેશની યુવા પેઢી ખતરનાક વ્યસનના રવાડે ચઢી ચૂકી છે. જે દેશના ભવિષ્ય માટે ગંભીર સાબિત થઇ શકે તેમ છે. ત્યારે ભારતના ભવિષ્યને જો ખરેખર સમૃધ્ધ બનાવવું હોય તો આજની યુવા પેઢીએ વ્યસનની બદીનો ત્યાગ કરવો એટલો જ જરૂરી બની ગયો છે.’

 

From – Banaskantha Update


Share