ડીસાની આદર્શ વિદ્યા સંકુલમાં કોરોના વાયરસની મહામારી બાદ પ્રથમવાર ટેક વિન્ડો સ્પર્ધા યોજાઇ

Share

ડીસામાં કાર્યરત આદર્શ વિદ્યા સંકુલમાં રવિવારે લાંબા સમયના વિરામ બાદ ટેક વિન્ડો રમતનું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જીલ્લામાંથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાઇ અને પોતાનામાં રહેલું કૌશલ્ય બતાવ્યું હતું.

[google_ad]

ડીસાની આદર્શ વિદ્યા સંકુલમાં બનાસકાંઠા એસોસીએશન ઓફ ટેક વિન્ડો દ્વારા લાંબા સમયના વિરામ બાદ પ્રથમવાર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કોરોના વાયરસની મહામારીમાં છેલ્લા બે વર્ષથી શાળા-કોલેજો બંધ થતાં તમામ રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

[google_ad]

સતત કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં વિધાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી તમામ રમત-ગમતો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કોરોના વાયરસની મહામારી ઓછી થઇ રહી છે તેમ તેમ સરકાર દ્વારા શાળા-કોલેજો શરૂ કરવામાં આવી છે અને હવે શાળા-કોલેજો શરૂ થતાંની સાથે જ રમત-ગમતની પણ શરૂઆત થઇ ગઇ છે.

[google_ad]


જેના કારણે લાંબા સમયના વિરામ બાદ વિધાર્થીઓ રમત-ગમત ક્ષેત્રે જોડાઇ અને પોતાનામાં રહેલું કૌશલ્ય ફરી એકવાર મેદાન પર બતાવી રહ્યા છે. ત્યારે રવિવારે ડીસાની આદર્શ વિદ્યા સંકુલમાં ટેક વિન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જીલ્લાની વિવિધ શાળાઓ માટે વિધાર્થીઓએ ભાગ લીધો હતો.

[google_ad]

આ પ્રસંગે અધ્યક્ષ રાણાભાઇ માળી, માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષક હરેશભાઇ પવાયા, ઇશ્વરભાઇ રાવળ, રમેશભાઇ ઠાકોર, શામળભાઇ ચૌધરી, મનિષભાઇ માળી, વિવિધ તાલુકાના ટીમના મેનેજર અને કોચ ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

સંસ્કાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર રમતનું આયોજન કરાયું હતું. આ રમતમાં જીલ્લાભરમાંથી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઇ ઉત્સાહભેર પોતાનામાં રહેલું કૌશલ્ય બતાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share