ડીસા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક યુવકને દબોચ્યો

Share

કલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ડીસા શહેર ઉત્તર પોલીસે એક શખ્સને ડીસાથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

[google_ad]

ડીસા શહેરમાં બનતાં મિલ્કત સંબધી, મંદિર ચોરી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પીઆઇ જે.વાય.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ હે.કો. અશોકસિંહ, પો.કો. વનરાજજી પ્રતાપજી ડીસા શહેર ઉત્તર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

[google_ad]

જે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પંકેશભાઇ લાલાભાઈ ભાભોર (આદિવાસી) રહે, માતવા, તા.ગરબાડા જી. દાહોદને ઝડપી લઈ તેની પાસેથી 7,880ની કિંમતના અલગ અલગ ચાંદીના સિક્કા નંગ-15, મેટલ ઘાતુનો સિક્કો નંગ-૦૧ કિંમત રૂપિયા 80 તેમજ એક મોબાઈલ મળી 8,460નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.

 

[google_ad]

પોલીસ પુછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીએ કલોલ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

 

From – Banaskantha Update


Share