ડીસામાં બે જુથ વચ્ચે થયો પથ્થર મારો, વિડીઓ થયો વાઈરલ

Share

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડીસા વોર્ડ નંબર 2માં રાવળ સમાજના પરીવારજનોમાં જુની અદાવત રાખીને મારામારીની ઘટના બનવા પામી હતી.

[google_ad]

મારામારીની ઘટનામાં મકાનના શેડ પરથી પથ્થરમારો કરતાં હોવાનો વિડિયો સોશિઅલ મિડિયામાં વાયરલ થતાં ડીસા ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝઘડામાં સામેલ અને પથ્થરમારો કરનાર ત્રણ યુવકો સહીત મહીલાઓ સાથે 7 જેટલાં લોકોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.

advt

[google_ad]

અગાઉની જુની અદાવતમાં મારામારીની ઘટના બની હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પરંતુ ડીસા રીજમેન્ટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બનતાં ડીસા ઉતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને મારામારીની ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share