પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી હાઈવે માર્ગ પર આવેલા કલ્યાણપુરા ગામ પાસે શનિવારના રોજ પસાર થઇ રહેલા ટ્રેલરમાં આગ ભભુકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. જોકે, ટ્રેલર ચાલકની સમયસર સુચકતા સાથે ફાયર ફાઈટરને જાણ કરાતા આગ ઉપર કાબુ મેળવાતા મોટી જાનહાનિ ટળી હતી.
[google_ad]
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ ઉપર હોટલ રામદેવ આગળના રોડ પર પડેલા ખાડામાં રાજસ્થાનથી મોરબી તરફ જઈ રહેલા ટ્રેલરનું ટાયર ફાટી જતાં અચાનક ટ્રેલરના પાછળનાં ભાગે આગ ભભૂકી ઉઠી હતી.
[google_ad]
જોકે, ટ્રેલર ચાલકે સમયસરની સુચકતા વાપરી ટ્રેલર રોડ સાઈડ ઉભું રાખીને તાત્કાલિક ધોરણે ફાયર ફાઈટર બોલાવતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી ટ્રેલરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવતાં મોટી જાનહાનિ ટળી હતી.
[google_ad]
પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 27 ઉપર મોટા મોટા ખાડાનું સામ્રાજ્ય સર્જાયુ છે. તો આ ટોલ રોડ ઉપર પડેલા ખાડાના કારણે વારંવાર આવા નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાય છે. છતાં હાઈવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓનું પુરાણ કરવામાં ન આવતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમા રોષ ફેલાયો હોય તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
From – Banaskantha Update