ડીસામાં પોલીસે છેડતીની ફરિયાદ ન લેતાં ગાયક કલાકાર યુવતીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા : 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

Share

ડીસાની ગાયક કલાકાર યુવતીને સ્ટુડીયો માલિક દ્વારા સિગિંગનો કરાર કર્યા બાદ અભદ્ર માંગણી કરી મોબાઇલમાં ફોટા પાડી અપહરણ કરવાની કોશિષ કરી હેરાન કરાતી હોવાની ફરિયાદ યુવતીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે આ અંગે કોઇ જ કાર્યવાહી ન કરતાં યુવતીએ ડીસા કોર્ટ મારફતે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાની એક ગાયક કલાકાર યુવતીએ ડીસાના ગવૈયા સ્ટુડીયોના માલિક શૈલેષભાઈ મશરૂભાઈ ચૌહાણ (રહે.વેલુનગર) અને દશરથજી ઠાકોર સાથે સિગિંગના કરાર કરેલા હતા. કરાર બાદ સ્ટુડીયો માલિક બિભત્સ માંગણી કરતાં યુવતીએ ના પાડી હતી. ત્યારબાદ સ્ટુડીયો માલિકોએ તેણીના નામની ઓફીશિયલ ચેનલ પણ બનાવી હતી અને તે માટે તેના મોબાઈલમાં ફોટા પાડયા હતા. યુવતી પાસે ખોટી માંગણીઓ કરતાં યુવતીએ તેણીના પતિને વાત કરી હતી. જેથી તેણીના પતિએ સમાજના આગેવાનો સાથે સ્ટુડીયો માલિકની વચ્ચે બેઠક કરી સિગિંગનો કરાર રદ કર્યો હતો.

[google_ad]

advt

તેમ છતાં બંને શખ્સો વારંવાર ફોન પર ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં હતા. થોડા સમય અગાઉ યુવતી ડીસાથી હારીજ દર્શન કરવા જતાં બંને શખ્સોએ બાઈક પર પીછો કરી જૂનાડીસાથી તેણીનું અપહરણ કરવાની કોશિષ કરી હતી. આમ વારંવારની માંગણીથી ત્રસ્ત યુવતીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં તા. 1 એપ્રિલ-2021 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે આજ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરતાં યુવતીએ ડીસા કોર્ટ મારફતે તેની ફરિયાદ કરવાની ફરજ પડી હતી. જેથી કોર્ટના હુકમથી ડીસા દક્ષિણ પોલીસે બંને સ્ટુડીયો માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share