દાંતામાં ખેતીની જમીન બિનધિકૃત રીતે કબ્જો લેતાં જમીન માલિકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી

Share

દાંતા ખાતે માલિકીની ખેતીની જમીન એક શખ્સ દ્વારા બિનધિકૃત રીતે કબ્જો મેળવી ખેતી કરી માલિકને પરત ન આપતાં જમીન માલિકે દાંતા પોલીસ મથકે બિનધિકૃત રીતે ખેતીની જમીનનો કબ્જો લેનાર સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં બિનઅધિકૃત રીતે કબ્જો મેળવી પચાવી પાડવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ગંછેરા ગામમાં રહેતાં ગીરવરસિંહ બળવંતસિંહ બારડ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગીરવરસિંહ બારડની ખેતીની જમીન વેલવાડા ગામની સીમમાં સ.નં.-53, જૂનો સ.નં.-13/2, હે. 0-69-37 ચો.મી. વાળી જમીન ખેતી કરતા હતા. જે બાદ ગીરવરસિંહ બારડના પિતાએ ગંછેરા ગામના દેવીસિંહ રણજીતસિંહ બારડને ત્રણ વર્ષ સુધી ભાગે વાવવા માટે આપેલી જે બાદ ગીરવરસિંહ બારડના પિતાને રૂપિયાની જરૂર હોવાથી આ ખેતીની જમીન દેવીસિંહ રણજીતસિંહ બારડને વેચાણે આપી હતી.

[google_ad]

જેનો દસ્તાવેજ તા.11/10/2018 ના રોજ કરાવ્યો હતો. ત્યારબાદ તે જમીનમાં ખેતી કરવા ગયા હતા. ત્યારે ગંછેરા ગામના મનહરસિંહ દલપતસિંહ બારડ ખેતી કરવા દેતાં ન હોય જે બાદ મનહરસિંહ બારડ કહેવા લાગેલા કે, આ જમીન અમારે વેચાણ રાખવાની હતી પરંતુ તમે કેમ વેચાણે રાખેલ છે તમને ખેતી કરવા દઇશ નહીં. જે બાદ આ જમીન પડી રહેલી તા. 12/05/2020 ના રોજ ગીરવરસિંહ બારડના પિતાનું અવસાન થયું હતું. તેના બાર દિવસ બાદ તા. 23/10/2020 ના રોજ રાત્રિના બાર વાગ્યે મનહરસિંહ બારડ ટ્રેક્ટર લઇ જમીન ખેડાણ કરવા લાગ્યા હતા. જેથી દેવીસિંહ બારડ આવ્યા હતા અને કહેવા લાગેલા કે, જમીન ખેડવાનું બંધ કરો પરંતુ મનહરસિંહ બારડ માન્યા નહીં.

[google_ad]

જે બાદ દેવીસિંહ બારડે ગીરવરસિંહ બારડને જાણ કરતાં ગીરવરસિંહ બારડ અને તેની પત્ની સોનલબા તેમજ તેમની માતા અરૂણાબા ખેતરમાં આવી મનહરસિંહને જમીન ખેડાણ કરવાનું ના કહેતાં મનહરસિંહ બારડ એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો કે, આ જમીનમાં કોઇને વાવણી કરવા દઇશ નહીં અને આ જમીનમાં કોઇને પગ મૂકવા દઇશ નહી. ત્યારબાદ ગીરવરસિંહ બારડ અને તેમની પત્ની તેમજ તેમની માતા અને દેવીસિંહ બારડ તેમજ ગામના આગેવાનોને ભેગા કરી મનહરસિંહ બારડને સમજાવ્યો હતો પરંતુ મનહરસિંહ બારડ માન્યા નહીં. જેથી દેવીસિંહ બારડે ગીરવરસિંહ બારડને કહેલ આ જમીન મારે જોઇતી નથી તમે વેચાતી પાછી લઇ લો જે બાદ દેવીસિંહ બારડે તા.14/10/2020 ના રોજ દસ્તાવેજ કરાવી આ જમીન ગીરવરસિંહ બારડના નામે કરાવી તેમ છતાં આ જમીન મનહરસિંહ બારડ ગેરકાયદેસર રીતે જમીનમાં કબ્જો કર્યો છે.

[google_ad]

આ બાબતની ગીરવરસિંહ બારડે જીલ્લા કલેક્ટર મથકે મનહરસિંહ બારડ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 મુજબ ફરિયાદી દાખલ કરવા નિવાસી કલેક્ટર પાલનપુરને નં.-બી/જમીન-4/વશી. 6554 થી 56 તા.14/09/2021 થી રજીસ્ટર પોસ્ટ એડીથી પત્ર પાઠવેલ હોઇ પરંતુ આ મનહરસિંહ બારડ ફરિયાદી ગીરવરસિંહ બારડની જમીન વેલવાડા ગામની સીમની જમીન ખેડવાનું ના કહેવા જતાં મનહરસિંહ બારડ એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

[google_ad]

advt

 

ગીરવરસિંહ બારડની જમીન તા.23/10/2020 થી આજદિન સુધી મનહરસિંહ બારડે ગેરકાયદેસર બિનઅધિકૃત કકબ્જો કરી આ જમીન પર વાવણી કરે છે. આ અંગે ગીરવરસિંહ બળવંતસિંહ બારડે દાંતા પોલીસ મથકે મનહરસિંહ દલપતસિંહ બારડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં દાંતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share