ડીસામાં ગુમ થયેલી 14 વર્ષિય કિશોરીને ડીસા ઉત્તર પોલીસે ગણતરીની મિનિટોમાં જ શોધી કાઢી પરિવારજનો સાથે મિલન કરાવ્યું

Share

ડીસાના શિવનગર ખાતે રહેતી 14 વર્ષિય કિશોરી શનિવારે પોતાના ઘરેથી કહ્યા વગર નીકળી ગઇ હતી. જે બાદ કિશોરીના પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે કિશોરી ગુમ થઇ છે તેવી રજૂઆત કરતાં ડીસા ઉત્તર પોલીસની ટીમે ગણતરીની મિનિટોમાં જ 14 વર્ષિય કિશોરીને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપી હતી.

[google_ad]

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બાળકો ઘરેથી કહ્યા વગર નીકળી જતાં હોય તેવા બનાવો વધી રહ્યા છે. તો બીજી તરફ ગુમ થયેલા બાળકોને જીલ્લાની પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવારજનો સાથે મિલન કરાવતી હોય છે. ત્યારે આવો જ બનાવ ડીસાના શિવનગર ચાર રસ્તા નજીક રહેતાં રાજુભાઇ ડાહ્યાભાઇ રાવળ (મૂળ રહે. કુંપટ, તા.ડીસા) વાળાની દીકરી હીનાબેન રાજુભાઇ રાવળ (ઉં.વ.આ. ૧૪) શનિવારે પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી.

[google_ad]

advt

જે બાદ તેના પરિવારજનોને જાણ થતાં તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ કોઇ અત્તોપત્તો ન લાગતાં ૧૪ વર્ષિય કિશોરીના પિતા રાજુભાઇ રાવળ ડીસા ઉત્તર પોલીસ મથકે ગયા હતા. જ્યાં ઉત્તર પોલીસ મથકના પી.આઇ. જે.વાય. ચૌહાણને સમગ્ર ઘટનાની જાણ કરતાં તાત્કાલીક ટીમો બનાવી 14 વર્ષિય કિશોરીને શોધી કાઢી સુચના આપી હતી.

[google_ad]

 

 

પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં જ ડીસાની ડાયમંડ સોસાયટી નજીકથી 14 વર્ષિય કિશોરીને શોધી કાઢી તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. પોલીસની સરાહનીય કામગીરી 14 વર્ષિય કિશોરીના પરિવારજનો અને લોકોએ બિરદાવી હતી.

 

From – Banaskantha Update


Share