ડીસામાં નવરાત્રી નજીક પરંતુ બજારમાં મંદીનો માહોલ

Share

હવે નવરાત્રીના દિવસો એકદમ નજીક આવતાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પણ સરકારની ગાઇડલાઇન મુજબ 400 વ્યક્તિઓની મર્યાદામાં શેરી ગરબા રમવા દેવાશે.

[google_ad]

આસો સુદ એકમથી શરૂ થઇ રહેલી આદ્યશક્તિ માં અંબેની નવરાત્રી પર્વ માટે ડીસા શહેરમાં પાર્ટી પ્લોટ અને શેરીઓમાં ગરબાના મંડપની ફીક્કી તૈયારીઓ દેખાઇ રહી છે. પણ માતાજીના નવરાત્રી પર્વ હોય અને ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેમ છતાં બજારમાં નવરાત્રી માટે મંડપમાં નવા વેરાઇટીના મંડપ ડેકોરેશનની તૈયારી કરવા માટે જરૂરી સામાન અને પૂજાપા મેળવવાની શરૂઆત થઇ ગઇ છે.

[google_ad]

મંડપ અને મંદિરોમાં સજાવટ માટેનો સામાન પણ બજારમાં આવી ગયો છે. જેમ કે, જરી, જુમર, વેલ, અનાર, પટ્ટી, તોરણ, ફૂલ ઝૂમખા, હાર, માતાજી માટેના ફૂલહાર માળાઓ અને ફૂલના કુંડાઓ તેમજ લાઇટીંગ સીરીજોમાં ઇન્ડીયન વેરાયટીમાં દીવા, ફોક્સ, સ્ટાર અને દાણા પ્રોજેક્ટર વગેરે તમામ આઇટમો આવી જતાં લોકો ધીમે ધીમે માં અંબેના નવરાત્રી પર્વની શાનદાર ઉજવણી કરતાં હોય છે. તે માટે અવનવી વેરાઇટીની સજાવટ કરવા માટે નાના-નાના ભૂલંકાઓ ગબ્બર બનાવી નવરાત્રીનો અનેરો ઉત્સવ મનાવે છે. પણ આ કોરોના મહામારીના કારણે બજારમાં મંદીનો માહોલ જોવા મળતો દેખાઇ રહ્યો છે.

 

From – Banaskantha Update


Share