ડીસામાં શેરી ગરબામાં લોકોને વેક્સિન નહીં તો પ્રવેશ નહીં

Share

શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રીના નવ દિવસીય તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે કોરોનાના આતંક વચ્ચે આ વખતે શેરી ગરબાના આયોજકો દ્વારા શેરી ગરબામાં પ્રવેશ કરવા માટે કોરોના વિરોધી વેક્સિનને ફરજીયાત બનાવી દીધી છે અને વેક્સિન લીધા વગરના લોકોને ગરબામાં પ્રવેશ ન આપવાની જાહેરાત કરાઇ છે.

[google_ad]

ભગવાનની ભક્તિ પર કોઇ પ્રતિબંધ લગાવી શકતું નથી અને દરેક વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ ભગવાનની ભક્તિ કરી શકે છે પરંતુ વિશ્વમાં કોરોનાના આગમન બાદ હવે ભક્તિના નિયમોમાં પરીવર્તન જોવા મળી રહ્યું છે અને આ પરીવર્તન આ વખતે નવરાત્રીમાં જાેવા મળશે.

[google_ad]

બે વર્ષથી વિશ્વમાં આતંક મચાવી રહેલા કોરોનાથી ભારત પણ બાકાત નથી રહ્યું અને કોરોના વાયરસની અસર આપણાં તહેવારો પર પણ જોવા મળી રહી છે. ગત વર્ષે શક્તિ અને ભક્તિના પર્વ એવા નવરાત્રીનું આયોજન કોરોના વાયરસના લીધે મોકૂફ રહ્યું હતું.

[google_ad]

 

પરંતુ આ વર્ષે સરકાર દ્વારા શેરી ગરબામાં 400 વ્યક્તિઓની મર્યાદામાં માતાજીની ભક્તિ કરવા માટે પરવાનગી આપી છે. ત્યારે ગુજરાતના ગરબાની શાન માનવામાં આવતાં શેરી ગરબાઓનું આ વખતે આયોજન થશે.

[google_ad]

 

પરંતુ ડીસાની વાત કરવામાં આવે તો ડીસામાં શેરી ગરબાના સંચાલકોએ કોરોના વાયરસને લઇ માતાજીની ભક્તિના નિયમોમાં પણ કેટલાંક પ્રતિબંધો લગાવ્યા છે.

[google_ad]

 

ડીસામાં વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરતાં આયોજકો જણાવી રહ્યા છે કે, નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિ અને ગરબે ઘૂમવા આવતી બહેનોએ ફરજીયાત કોરોના વિરોધી વેક્સિન લેવી પડશે. જેમને વેક્સિન નહીં લીધી હોય તેવી બહેનોને માતાજીના ગરબા દરમિયાન ચાચર ચોકમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.

[google_ad]

માતાજીની ભક્તિ લોકોની સુરક્ષા માટે કરવામાં આવતી હોય છે. ત્યારે કોરોના વિરોધી રસી પણ કોરોના નામના દાનવથી રક્ષા આપનારી રસી છે. ત્યારે લોકોએ પણ માતાજીના નોરતામાં ભક્તિની સાથે સાથે રસીકરણ પર પણ ભાર મૂકવો જોઇએ. જેનાથી કોરોના નામના રાક્ષકનો અંત લાવી શકાય.

From – Banaskantha Update

 


Share