પ્રધાનમંત્રીના સીધા સંવાદ બાદ પાલનપુરના પીંપળી ગામના લોકોમાં આનંદ

Share

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે દેશના અલગ અલગ ગ્રામપંચાયત સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ગુજરાતની એકમાત્ર ગ્રામપંચાયત તરીકે બનાસકાંઠાની પીપળી ગ્રામપંચાયતની પસંદગી કરાઈ હતી. આજે ગ્રામજનોએ બીજી ઓક્ટોમ્બરે ગ્રામસભા યોજી સ્વચ્છતા, પર્યાવરણ, આરોગ્ય અને વેક્સિનેશનની કામગીરી અંગેના મુદાઓની ચર્ચા કરાઈ હતી. સીધા સંવાદ બાદ પીંપળી ગામના સરપંચ સહિત ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. સરપંચે કહ્યું હતુ કે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.

[google_ad]

પીપળી ગ્રામસભાએ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે, પીએમ સાથેના સંવાદથી ખુશી અનુભવીએ છીએ પી,એમએ શુદ્ધ પાણી લોકોને મળી રહે તે માટેની વાત કરી છે. જેમાં હાલ અમે ગ્રામજનોને શુદ્ધ પાણી મળે ગામમાં સફાઈ રહે તે માટેની તમામ વ્યવસ્થા કરી છે. તેમજ પ્રથમ ડોઝની વેક્સિનેશનની કામગીરી સારી કરાઈ છે.

[google_ad]

આ ગ્રામસભામાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા તેમજ પીપળી ગામમાં જે સંવાદ યોજાયો તેને લઇ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.

[google_ad]

સીધા સંવાદ બાદ પીંપળી ગામના સરપંચ સહિત ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. પીએમ સાથે સંવાદને લઇ સરપંચે ગામ વતી વડાપ્રધાનની આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, એક નાનકડા ગામમાં દેશના વડા પ્રધાને જે સંવાદ કર્યો તેનાથી અનેરી ખુશી અમારા ગામમાં જોવા મળી છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. કહેવત પ્રધાન મંત્રીએ કરી તેને સાર્થક કરવા કટિબદ્ધ કર્યા તે બદલ અમે તેમનો ખુબ આભાર માનીએ છીએ તેમ સરપંચે જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share