પાલનપુર: વૃદ્ધાના નિધન થયા બાદ પાલનપુરની સંસ્થાએ તેમના પગારમાંથી બાળકોને શૈક્ષણિક કીટ આપી

Share

પાલનપુરમાં સેવાનો ભેખ ધરી આજીવન લગ્ન ન કરનારા વૃદ્ધાએ કચરા-પોતા કરીને એકત્ર કરેલા નાણાંમાંથી પાલનપુરની જન સેવા એજ પ્રભુ સેવા ગૃપ દ્વારા શુક્રવારે જરૂરીયાતમંદ દીકરીઓને અભ્યાસની ચિજવસ્તુઓ આપવામાં આવી હતી.

 

[google_ad]

પાલનપુરમાં ભક્તોની લીમડી વિસ્તારમાં રહેતા મદીનાબેન ઉમરભાઈ ચૌહાણનું મુળ વતન વડગામ તાલુકાનું મેતા છે. ગરીબ પરિવારમાં જન્મેલા અને ગરીબીમાં ઉછરેલા તેઓ પોતાની માતાની સેવા કરવાના હેતુસર આજીવન લગ્ન ન હતા કર્યા અને પોતાના આર્થિક ઉપાર્જન માટે પાલનપુરમાં લોકોના ઘરે કચરા, પોતા વાસણ ઘસવાનું કામ કરતા હતા.

[google_ad]

પાલનપુર જન સેવા પ્રભુ સેવા ગૃપના જયેશભાઇ સોનીએ જણાવ્યું કે, મદીનાબેન અમારી ઓફીસ સહિત 10થી વધુ જગ્યાએ કચરા-પોતુંનું કામ કરતાં હતા. તેમણે મને જણાવેલું કે, મારા કામનો પગાર બાકી રાખજો અને મારા મૃત્યુ પછી આ નાણાં પુણ્યના કામમાં વાપરજો.

 

[google_ad]

દરમિયાન 6 માસ અગાઉ હાર્ટ એટેકથી માજીનું નિધન થયું હતુ. આથી તેમના પગારની રકમ રૂ.11,000 અને જનસેવાએ જ પ્રભુસેવા ગ્રુપના મિત્રોના સહયોગથી શુક્રવારે માં તુજે સલામનો કાર્યક્રમ યોજી રાજવી કન્યા વિદ્યાલય, પાલનપુરની જરૂરિયાતમંદ 53 દીકરીઓને 7 ચોપડાનો સેટ, કંપાસ બોક્સ, પાટિયું, કલર સ્કેચ, પેન બોક્સ, પાણીની વૉટરબેગ બોટલ, નાસ્તાનો ડબ્બો, બાળકો માટે નાસ્તો ચોકલેટ આપી હતી.

 

From – Banaskantha Update


Share