પાલનપુર-ડીસા હાઈવે પર ઓવરબ્રિજના ડાયવર્ઝનથી સોસાયટીના રહીશોમાં આક્રોશ ભભૂકયો

Share

પાલનપુર-ડીસા હાઈવે પર નેશનલ હાઈવે પર ઓવરબ્રિજના ડાયવર્ઝનથી અનેક સોસાયટીઓ મૂશ્કેલીમાં મૂકાઈ છે. અહીં સર્વિસ રોડ સાંકડો હોવાથી સતત અકસ્માતનો ભય રહે છે. જેથી માર્ગને પહોળો કરવા માંગ કરાઇ છે.

[google_ad]

પાલનપુર-ડીસા હાઈવે પર દેવપુરા ગામ નજીકથી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને લઇ નવિન ઓવરબ્રિજનું કામ ચાલુ છે. જેમાં ડીસા તરફથી આવતાં તમામ વાહનોનું ડાયવર્ઝન રહેણાંક સોસાયટીઓના સર્વિસ રોડ પાસેથી આપવામાં આવ્યું છે. જેના લીધે સોસાયટીઓના રહીશોને અકસ્માતનો સતત ભય રહેતાં આ મામલે પાલનપુર નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરાઇ છે.

[google_ad]

advt

આ અંગે પરફેક્ટ રેસીડેન્સીના રહીશોએ જણાવ્યું હતું કે ,’વાહનો ફૂલસ્પીડમાં ચાલતાં હોવાથી સોસાયટી આગળ બમ્પ મૂકવાની જરૂર છે. સર્વિસ રોડ ઉપર અડચણરૂપ દબાણો દૂર કરવાની જરૂર છે. સર્વિસ રોડ ઉપર પડી રહેતાં વાહનોને લીધે રોડ સાંકડો થઈ જાય છે. આવા પડયા રહેતાં વાહનો હટાવવાની જરૂર છે. સર્વિસ રોડ સાંકડો હોઈ પહોળો કરવાની જરૂર છે.’

 

From – Banaskantha Update


Share