ધાનેરા નગરપાલિકાના 25 સભ્યોને વિકાસ કમિશનરે ફરી તેડું આપતાં બેડામાં ખળભળાટ

Share

ધાનેરા નગરપાલિકાના 25 સભ્યોને વિકાસ કમિશનરે ફરીથી તેડું આપતાં બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં વિકાસના કામમાં ગેરરીતી બાબતે વિકાસ કમિશનરે 25 સભ્યોને તા. 7 ઓક્ટોબરે હાજર રહેવા તાકીદ કરી છે. અગાઉ પણ વિકાસના કામમાં ગેરરીતી આચરી હોવાના કારણે કોંગ્રેસના સદસ્યો બે વાર સસ્પેન્ડ થયા બાદ કોર્ટમાં જીવંતદાન મળ્યું છે. વિકાસના કામના ઠરાવમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સહી સરખા જવાબદાર ગણવામાં આવ્યા છે.

[google_ad]

ધાનેરા નગરપાલિકામાં 25 સભ્યોને વિકાસ કમિશનરે ફરીથી તેડું આપતાં બેડામાં ચકચાર મચી ગઇ છે. જેમાં વિકાસના કામમાં ગેરરીતી આચરી હોવાના કારણે વિકાસ કમિશનરે 25 સભ્યોને તા. 7 ઓક્ટોબરે હાજર રહેવા હુકમ ફરમાવ્યો છે.

[google_ad]

અગાઉ પણ વિકાસના કામમાં ગેરરીતી આચરતાં કોંગ્રેસના સદસ્યો બે વાર સસ્પેન્ડ થયા બાદ કોર્ટમાં જીવંતદાન મળ્યું છે. વિકાસના કામના ઠરાવમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યો સહી સરખા જવાબદાર ગણવામાં આવ્યા છે.

[google_ad]

વિકાસ કામોની ગેરરીતી બાબતે વિકાસ કમિશનરે 25 સભ્યોને સાંભળ્યા બાદ ફરી તેડું મોકલતાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. સતત બીજા ટર્મથી નગરપાલિકાના તમામ સદસ્યો યેનકેન પ્રકારે સતત વિવાદમાં રહ્યા છે. રાજકીય કાવાદાવા વચ્ચે નગરના વિકાસના કામો સતત રૂંધાઇ રહ્યાનો અહેસાસ થઇ રહ્યો છે. વિકાસ કમિશનરના તેડાંને લઇ તમામ સદસ્યો પર હવે લટકતી તલવાર હોવાની ચર્ચા થઇ રહી છે.

 

From – Banaskantha Update


Share