પાલનપુરના ગઢ ગામમાં ગાય પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

Share

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ રામાપીર મંદિરની સામે રહેતા ગમનભાઈ વાસીભાઈ રબારી પશુપાલનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.29/09/2021ના રોજ બપોરે એક વાગે ગમનભાઈ રબારી તેમજ તેમનો દીકરો ગોવિંદભાઇ ઘરે હતા તે દરમિયાન ગમનભાઈ રબારીની પત્ની ઘરે આવી ગમનભાઈ રબારી તેમજ તેના દીકરા ગોવિંદભાઇ રબારીને વાત કરેલ કે આપણી સફેદ રંગની ગાયને ગધાડીયા વિસ્તારમાં એક શખ્સ આપણી ગાયને ઓતરીને તીક્ષ્ણ હથિયારથી પગ પર ઇજા કરી છે.

[google_ad]

ગમનભાઈ રબારીની પત્ની જોઈ જતા બુમો મારતા ગાય પર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરતો શખ્સ ત્યાંથી જતો રહેલ જે બાદ ગમનભાઈ રબારીની પત્ની ગાય પાસે જઈ જોતા ગાયના પાછળ જમણા પગ પર લોહી આવતું હોવાથી ગમનભાઈ રબારીની પત્ની દોડતી ગમનભાઈ રબારી પાસે આવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

[google_ad]

જાણ કરતા ગમનભાઈ રબારીએ તત્કાલિક પાલનપુરથી એસપીસીએ એબ્યુલન્સ બોલાવી પ્રાથમિક સારવાર કરાવેલ જે બાદ વધુ સારવાર માટે ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવી. તેમજ ગાય પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનાર શખ્સની તપાસ કરતા ગમનભાઈ રબારીના ગઢ ગામે રહેતા દિનેશભાઇ ધર્માભાઈ વાલ્મિકી આજે મળતા તેને જણાવેલ કે તમારી ગાય પર તીક્ષ્ણ હથિયાર વડે ગાયને પગે ઇજા કરનાર શખ્સ ગઢ ગામનો અજીતસિંહ અમરસિંહ રાજપૂત છે. તેવું કહેતા ગમનભાઈ રબારીએ આજે ગઢ પોલીસ મથકે અજીતસિંહ અમરસિંહ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share