પાટણના ઇ.વી.એમ. વેર હાઉસ પર ફરજમાં બેદરકારી દાખવનારા બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતાં ચકચાર

Share

પાટણના બે પોલીસ કર્મચારીઓને તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ પાટણ જીલ્લા પોલીસ અધિક્ષકના આદેશથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. જેનાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ બંને પોલીસ કર્મચારીઓ પાટણ જીલ્લા કલેકટર કચેરીની પાછળ આવેલા ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન-વી.વી.પેટ મૂકવા અને સ્ટોર કરવા બનાવેલા ખાસ ભવન વેર હાઉસની સુરક્ષા માટે ફરજ પર મૂકાયા હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, પાટણ જીલ્લા કલેક્ટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓએ ગત. તા. 04/09/2021 ના રોજ કચેરીના ઉપરોકત ઇ.વી.એમ. અને વી.વી.પેટ વેર હાઉસની વહીવર્ટી કારણોસર ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન અત્રે ફરજ પર મૂકાયેલા બંને પોલીસ કર્મચારીઓ ફરજ પર ગેરહાજર મળી આવ્યા હતા.

[google_ad]

advt

જે અંગેનો રીપોર્ટ અધિકારીએ પાટણ કલેક્ટરને કર્યો હતો. તે અંગેની જાણ પાટણ જીલ્લા પોલીસ વડાને કરાઇ હતી. આ અંગે પૂરતી તપાસ બાદ પાટણ જીલ્લા પોલીસ હેડ ક્વાટર્સના બે પોલીસ કર્મચારીઓની તેમની ફરજમાં કસૂર જણાતાં તેઓને તાત્કાલીક અસરથી પોલીસ અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. જેની આ બંને કર્મચારીઓ કોન્સ્ટેબલો રાકેશસિંહ અને અખેરાજને સસ્પેનશનો હુકમની બજવણી કરાઇ હતી.

 

From – Banaskantha Update


Share