દિયોદરના પાલડીમાં શૌચાલય કૌભાંડમાં 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાતાં ખળભળાટ

Share

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દિયોદર તાલુકાના પાલડી ગામમાં બનેલા શૌચાલયમાં ગેરરીતી અંગેની તપાસ બાદ કૌભાંડમાં સામેલ 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. જીલ્લામાં ડીસ્ટ્રીકટ કો. ઓર્ડીનેટરની ઢીલાશથી સમગ્ર જીલ્લામાં પરિસ્થિતિ વણસી હોવાનું સામે આવ્યું છે. પાલડી ગામમાં 9 શૌચાલયોનું બે વાર ચૂકવણું કરાયું હતું. 71 શૌચાલયો બેઝલાઈનમાં ન હોવા છતાં નાણાં ચૂકવાયા હતા. 55 શૌચાલય બન્યા જ ન હોવા છતાં પેમેન્ટ કરી દેવાયું હતું. પાલડી ગામમાં શૌચાલયના કૌભાંડ મામલે અરજી થયા બાદ તપાસ કરાવતાં મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું.

[google_ad]

કલસ્ટર કો.ઓર્ડીનેટર નિકુંજ શ્રીમાળીએ ખુલાસો કરીને તંત્રને જણાવ્યું હતું કે, “9 કિસ્સામાં બેવડું ચૂકવણું સખી મંડળ પાસેથી પરત મેળવીને રકમ જમા કરાવીશું. બેઝલાઈન સર્વેમાં સામેલ ન હોય તેવા 71 શૌચાલયના કિસ્સામાં લાભાર્થીઓ ખરેખર શૌચાલયથી વંચિત હતા અને ગામમાં તેની જરૂરીયાત હતી. જે તે વખતેના સરપંચના લેટરપેડ પર ઠરાવના સંદર્ભે શૌચાલયો મંજૂર કરી એકાઉન્ટ શાખામાંથી ચૂકવણું થયું છે અને શૌચાલય બન્યા છે. 55 જેટલા શૌચાલયો બન્યા જ નથી.

[google_ad]

advt

 

તેમાં ખરેખર જે તે વખતે શૌચાલય બનેલા હતા. પરંતુ ત્યારબાદ 17 જેટલાં શૌચાલયો તોડી નાખવામાં આવેલ હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે, ડી.ડી.ઓ. સમગ્ર કૌભાંડમાં સામેલ અને ફરજમાં લાપરવાહી દાખવનાર ક્લસ્ટર કોર્ડીનેટર ઉપરાંત બ્લોક કોર્ડીનેટર અને ટેકનીકલ આસીસ્ટન્ટ ત્રણેયને તાત્કાલીક અસરથી છૂટા કરી દેવાનો હુકમ કર્યો હતો. સમગ્ર જીલ્લામાં ડીસ્ટ્રીકટ કો.ઓર્ડીનેટરની મીલીભગતથી તાલુકાના કર્મચારીઓને ભ્રષ્ટાચાર આચરવા માટે છૂટો દોર મળતો હોવાનું અરજદારે જણાવ્યું હતું.

[google_ad]

 

સસ્પેન્ડ કરાયેલ કર્મચારીઓ
(1) નિકુંજ ભાનુપ્રસાદ શ્રીમાળી (ક્લસ્ટર કોર્ડીનેટર તાલુકા પંચાયત કચેરી-દિયોદર)
(2) કેતન એમ. નાયક (બ્લોક કોર્ડીનેટર તાલુકા પંચાયત કચેરી-દિયોદર)
(3) બ્રિજેશ ભરતભાઈ પ્રજાપતિ (ટેકનીકલ આસીસ્ટન્ટ તાલુકા પંચાયત કચેરી-દિયોદર)

 

From – Banaskantha Update


Share