ડીસામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અવર-જવર માટે બસની સુવિધા ન મળતાં હંગામો મચાવ્યો : ડીસા મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા

Share

ડીસામાં વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ અવર-જવર માટે બસની સુવિધા પૂરતી ન મળવાથી અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ ન આવતાં આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ ડીસા મામલતદાર ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

[google_ad]

કોરોના વાયરસની મહામારી બાદ ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં શાળા અને કોલેજો શરૂ કરવામાં આવી છે. બે વર્ષના લાંબા સમયગાળા બાદ શાળા અને કોલેજો શરૂ થતાં હાલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ડીસા સહીત અનેક તાલુકાઓમાં અવર-જવર કરી રહ્યા છે પરંતુ કોરોના વાયરસની મહામારી બાદ હજુ સુધી અનેક વિસ્તારોમાં બસની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

[google_ad]

વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતાં વિદ્યાર્થીઓએ બસો સમયસર ચાલુ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ હજુ સુધી ડીસા સહીત બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકાઓમાં બસની સુવિધા ન મળતાં શુક્રવારે વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.

[google_ad]

ડીસા તાલુકાના લુણપુર અને સદરપુર વિસ્તારમાં અનેક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ડીસા ખાતે અભ્યાસ કરવા આવે છે અને હાલમાં કોલેજના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને બસની સુવિધા ન મળવાથી હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારે આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. તે બાદ ડીસા મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

From – Banaskantha Update


Share