ડીસાના આખોલ ચોકડી પાસે આવેલ પ્રકાશ ટાયરની દુકાનમાં થઇ ચોરી : ઘટના સીસીટીવીમાં થઈ કેદ

Share

ડીસામાં તસ્કરો એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ પ્રકાશ ટાયર નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી મોટરસાયકલ તેમજ ફોરવીલ ગાડીઓના લાખો રૂપિયાના ટાયરોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા પરંતુ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં આવેલ આખોલ ચાર રસ્તા પાસે પ્રકાશ ટાયર નામની દુકાનમાં ગત મોડી રાત્રે તસ્કરોએ ટાયરની દુકાનને નિશાન બનાવી હતી અને દુકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી બાઈક તેમજ ગાડીઓના લાખો રૂપિયાના નવા ટાયરોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

[google_ad]

પરંતુ આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેવા દુકાન માલિક સવારે પોતાની દુકાન ખોલી ત્યારે આ સમગ્ર ચોરીની ઘટના સામે આવી હતી જેવા દુકાન માલિકે તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તે સી.સી.ટી.વીના ફુટેજના આધારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે.

 

From – Banaskantha Update


Share