ડીસામાં નેશનલ હાઇવે ઓથોરીટીની ગટરો વરસાદી પાણીથી જામ : હાઇવેની સોસાયટીઓમાં પાણી ભરાતાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

Share

ડીસા શહેરના વેપારી મથકમાં હાઇવે ઓથોરીટીની બેદરકારીનો ભોગ હાઇવે પરની સોસાયટીના લોકો બની રહ્યા છે. ત્યારે હાઇવે અકસ્માત નિવારણ સમિતિ-ડીસા દ્વારા સમસ્યા હલ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

[google_ad]

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ડીસામાં ઓવરબ્રિજના નિર્માણ બાદ સર્વિસ રોડની નજીક આવેલ વરસાદી પાણીના નિકાલની ગટરોના બાંધકામ પછી ક્યારેય સાફ-સફાઇ થઇ નથી. બાંધકામનો કચરો, રેતી, માટી અને હોટલોના કચરાથી તમામ ગટરો જામ થઇ ગઇ છે. તેની સાફ-સફાઇ માટે સોસાયટી વિસ્તારના જાગૃત નાગરીકો અને હાઇવે અકસ્માત નિવારણ સમિતિ-ડીસા દ્વારા વારંવાર હાઇવે ઓથોરીટીને રજૂઆત કરાઇ છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઇ છે. તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં તા. 26/07/2021 ના સવારે આવેલ ભારે વરસાદથી ચંદન, જંબુદીપ, જયલક્ષ્મી, વિજય પાર્ક, શ્રીપાલનગર અને જયપાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા પણ ગટરોની સફાઇ કરીને ઢાંકવી જરૂરી છે તેમ રહીશોએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share