ડીસા તાલુકા પંચાયતમાં સાધારણ સભાની બેઠક યોજાઇ

Share

ડીસા તાલુકા પંચાયત કચેરી ખાતે ગુરૂવારે પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને સાધારણ સભાની બેઠક યોજાઇ હતી. જેમાં પંચાયત હસ્તકની હોમગાર્ડ કચેરીની જગ્યા ખાલી કરાવવા, વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાન અંગે સર્વે કરી સહાય ચૂકવવા, પંચાયતનો ભંગાર વેચવા અને પંચાયતની નવી કચેરી બનાવવા સહીતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી ઠરાવો કરાયા હતા.

[google_ad]

ડીસા શહેરની તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતના સભાખંડમાં ગુરૂવારે બપોરે તાલુકા પંચાયતના પ્રમુખ જીજુબેન રમુજી ગોકરવાડીયાના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિ ચેરમેન એન.ટી. માળી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાધાબેન સોલંકી સહીત ચૂંટાયેલા સદસ્યો અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ઉકાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

સાધારણ સભામાં ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની સામે આવેલ હોમગાર્ડ કચેરીની જગ્યા ખાલી કરાવી તે જગ્યાનો કબજો પંચાયત હસ્તક લેવો, પંચાયતના ભંગારની હરાજી કરી તેનું વેચાણ કરવું અને તાલુકા પંચાયતની કચેરીનું નવિનીકરણ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવી છે જેની સરકાર દ્વારા મંજૂર કરાવવા માટે ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યાને વિનંતી કરાઇ છે.

advt

[google_ad]

સાથે સાથે સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ ફાળવણી અંતર્ગત ડીસા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતાં જૂદા-જૂદા ગામોમાં વિકાસના કામોમાં સદસ્યોને જાણ કરવામાં આવતી ન હોય આ અંગે એક કમિટી બનાવી કામનું નિરીક્ષણ કરવામાં આવે અને જો કોઇ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતી આચરવામાં આવી હોય તો તેની સામે કાર્યવાહી કરવા અંગે એક ડેલીગેટોની કમિટી બનાવવાનું પણ નક્કી કરાયું હતું તેમ માલગઢ તાલુકા પંચાયતના સદસ્ય નરેશભાઇ પી. સોલંકીએ જણાવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા સહીત તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગુરૂવારે યોજાયેલી સાધારણ સભા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

 

From – Banaskantha Update


Share