ડીસામાં 17 વર્ષિય કિશોરીને કોઇ અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી જતાં ચકચાર

Share

ડીસામાં 17 વર્ષિય સગીર વયની કિશોરીને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતાં ચકચાર મચી ગઇ છે. આ અંગે સગીર વયની કિશોરીના પરિવારજનોએ ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં સ્ત્રીઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને સગીર વયની કિશોરીને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જવાના બનાવો પણ વધી રહ્યા છે.

 

[google_ad]

ત્યારે ડીસામાં એક 17 વર્ષિય કિશોરીને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાની ઘટના સામે આવતાં 17 વર્ષિય કિશોરીના પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share