એ.સી.બી ની સફળ ટ્રેપથી નગરપાલિકાના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

Share

ગારીયાધાર નગરપાલિકામાં ફરિયાદી પાસેથી બે નગરપાલિકાના કર્મચારીઓએ નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર તરીકે સ્મશાનની દિવાલ બનાવવાનું કામ રાખ્યું હતું. જેથી કામના બીલ મંજૂર થયેલ હોઇ જે બીલની રકમના ચેક આપવા માટે બે કર્મચારીઓએ ફરિયાદી પાસે રૂા. 18,000 લાંચની માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

પરંતુ ફરિયાદી એ આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ કરી. ત્યારબાદ એ.સી.બી એ છટકું ગોઠવ્યું હતું. જ્યારે ગારીયાધાર નગરપાલિકાના એક કર્મચારીએ રૂા. 16,000ની લાંચની માંગણી કરી હતી. જ્યારે બીજા કર્મચારીએ હેતુલક્ષી વાતચીત કરી એકબીજાને મદદગારી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ગારીયાધાર નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાકટર તરીકે સ્મશાનની દીવાલ બનાવવાનું કામ રાખ્યું હતું. જે કામના બીલ મંજૂર થયેલ હોય જે બીલની રકમના ચેક આપવા માટે ફરિયાદી પાસે રૂા.18,000ની લાંચની માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેથી ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. જેમાં એ.સી.બી. પોલીસ સ્ટેશન ભાવનગરના ટ્રેપીંગ અધિકારી ડી. કે. વાઘેલા અને જૂનાગઢ એકમના સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક બી.એલ. દેસાઇએ લાંચનું છટકું ગોઠવી ગારીયાધાર નગરપાલિકામાં એન્જીનિયર તરીકે પ્રતિક બકુલભાઇ દેસાઇ (11 માસના કરાર આધારીત) (રહે. સંજય ગાંધી સોસાયટી, બ્લોક નંબર-29, ઢસા જંકશન, તા. લાઠી, જી. અમરેલી) રૂા.16,000ની લાંચની માંગણી કરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જ્યારે ગારીયાધાર નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે વર્ધીલાલ ડાયાલાલ પૂજારા (11 માસના કરાર આધારીત) (રહે. ગારીયાધાર, પાલીતાણા રોડ, મૂળ. રહે. ડીસા-પાલનપુર હાઇવે રોડ, ગાયત્રી મંદિર સામે, ધરણીધર સોસાયટી, ડીસા, જી. પાલનપુર) હેતુલક્ષી વાતચીત કરી એકબીજાને મદદગારી કરી હતી. જેથી બંને નગરપાલિકાના કર્મચારીઓને રંગેહાથ લાંચ લેતાં ઝડપી પાડ્યા હતા. આ અંગે એ.સી.બી. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share