દાંતામાં સેબલિયા ગામની નદીમાં પ્રેમી-પંખીડાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર

Share

દાંતા તાલુકાના સેબલિયા ગામની નદીમાં બુધવારે પ્રેમી-પંખીડાએ ઝાડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે દાંતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.આ અંગે દાંતા પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે દાંતા તાલુકાના સેબલિયા ગામની નદીમાં બુધવારે પ્રેમી-પંખીડાએ ઝાડ નીચે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

[google_ad]

advt

આ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. દાંતા પોલીસને જાણ કરતાં દાંતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંનેની મૃતકોની લાશોને નીચે ઉતારી દાંતા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી હતી. દાંતા પોલીસે મૃતક યુવક યુવતી કોણ છે ક્યાના છે ? તેની તપાસ હાથ ધરી હતી. જે બાદ યુવક ભાખરી ગામનો અને યુવતી નાગેલ ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

 

From – Banaskantha Update


Share